મંગળવાર, 17 ઑક્ટોબર, 2023

ઘરમાં આ જગ્યાએ રાખી દો હાથીની મુર્તિ, ઘર બની જશે પવિત્ર અને પૈસા ચુંબકની જેમ ખેંચાઇને ઘરમાં આવશે.

ઘરમાં આ જગ્યાએ રાખી દો હાથીની મુર્તિ, ઘર બની જશે પવિત્ર અને પૈસા ચુંબકની જેમ ખેંચાઇને ઘરમાં આવશે.


વૈદિક કાળથી જ હાથીને ખુબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. હાથીને ભગવાન શ્રી ગણેશનું પ્રતીક માનીને તેમની પુજા કરવામાં આવે છે. વળી ધર્મગ્રંથો અનુસાર હાથી ધનની દેવી લક્ષ્મીની બંને તરફ ઊભા રહીને તેમની સેવા કરે છે. જો આપણે સ્વર્ગનાં રાજા ઇન્દ્રદેવની વાત કરીએ તો ઐરાવત હાથી તેમનું વાહન છે. માત્ર હિન્દુ જ નહિ પરંતુ બૌદ્ધ ધર્મમાં હાથીને એક પવિત્ર જીવ માનવામાં આવે છે.

સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં હાથીની સવારી કરતા જોવું ઉચ્ચપદ-પ્રતિષ્ઠા મળવાનાં સંકેતો હોય છે. આ પ્રકારે વાસ્તુ અને ફેંગશુઈ વિજ્ઞાનમાં પણ હાથીની મુર્તિ, પેઇન્ટિંગ, ચિત્ર રાખવું ખુબ જ શુભ જણાવવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ હાથી કઈ રીતે આપણા જીવનમાં ખુશહાલી લાવી શકે છે.

યશ અને કીર્તી માટે લાલ હાથી :


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર અને દક્ષિણ દિશામાં લાલ રંગનાં હાથી રાખવાથી તમને સમાજમાં માન-સન્માન અને યશ પ્રાપ્ત થાય છે. જો તમે તમારા કાર્યસ્થળ કે વ્યક્તિગત યશ માટે આ ઉપાય કરવા માંગો છો તો તમે દક્ષિણ દિશામાં લાલ હાથી રાખો પરંતુ જો તમે પોતાનાં વ્યવસાયમાં યશ અને પ્રતિષ્ઠા વધારવા માંગો છો તો તેના માટે ઉત્તર દિશાને લાલ હાથી લગાવવા માટે પસંદ કરો. તમને તમારા ઉદ્દેશ્યમાં સફળતા અવશ્ય મળશે.


વ્યવસાયમાં લાભ માટે ચાંદીના હાથી :


ચાંદીથી બનેલા હાથી જ્યોતિષશાસ્ત્ર તથા વાસ્તુની દ્રષ્ટિએ ખુબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદી અને હાથી બંને જણા નકારાત્મકતાને સમાપ્ત કરીને સકારાત્મકતા વધારવામાં મદદ કરે છે. ચાંદીમાંથી બનેલા હાથી ઘર કે ઓફિસમાં ટેબલ પર રાખવાથી અટવાયેલા કાર્યોમાં ગતિ આવે છે અને પ્રમોશન થવાનાં યોગ પણ બને છે. ચાંદીનાં હાથી ઉત્તર દિશામાં રાખવા ખુબ જ શુભ હોય છે. આ સિવાય ચાંદીના હાથી તિજોરી કે ગલ્લામાં રાખવા પણ શુભ હોય છે. તેને લાલ કપડામાં બાંધીને તિજોરી કે ગલ્લામાં રાખવાથી આવકનાં સ્ત્રોત વધે છે.


પરસ્પર પ્રેમ માટે :


પતિ-પત્નિમાં બનતું ના હોય અને દરરોજ વિવાદ થતાં હોય, સતત જીવનમાં તણાવ રહેતો હોય તો હાથીનાં જોડાને બેડરૂમમાં ઉત્તર દિશામાં રાખવા જોઈએ. તેનાથી પતિ-પત્નિનાં જીવનમાં ખુશહાલી આવે છે. અંગત પ્રેમ જાળવી રાખવા માટે જરૂરી છે કે હાથીની જોડી રાખતા સમયે તેમનો ચહેરો એકબીજા તરફ હોવો જોઈએ.


સફળતા માટે સુંઢ ઉઠાવેલા હાથી :


વાસ્તુશાસ્ત્રમાં હાથીને સફળતાનું પણ પ્રતીક માનવામાં આવે છે. દરેક લોકો ઈચ્છે છે કે તેને જીવનમાં ઘણી બધી સફળતા મળે. તેવામાં તમે તમારા ઘરનાં મુખ્ય દ્વાર પર સુંઢ ઉઠાવેલા હાથીનું ચિત્ર લગાવી શકો છો. આવું કરવાથી તમારા સમ્માન, સુખ અને આવનારા સમયમાં સફળતાની કોઈ કમી રહેશે નહિ. હાથી હંમેશા પોતાની ચાલ ચાલવાનું પસંદ કરે છે. આ રીતે વ્યક્તિ પણ ઇચ્છે છે કે તેની મરજી દરેક જગ્યાએ ચાલે. તેવામાં જો તમે તમારા ઓફિસ કે ઘરમાં મસ્તીમાં ચાલતા હાથીની તસ્વીર કે મુર્તિ રાખો છો તો તમારી આ ઇચ્છા જલ્દી પુરી થઈ શકે છે.


બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ માટે હાથી :


જો કોઈ વિદ્યાર્થીને પોતાનાં કરિયરમાં વારંવાર નિષ્ફળતા કે પછી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે અને સતત પ્રયાસો કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત થઇ રહી ના હોય તો તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તે પોતાનાં સ્ટડી રૂમમાં ઉપરની તરફ સુંઢ કરેલા હાથીની મુર્તિને લગાવીને શુભ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. તમે જે પણ કામ કરો છો તેમાં તમને ફોકસ વધારવામાં તે તમારી મદદ કરે છે તથા કરિયર સંબંધીત મુશ્કેલીઓને દુર કરવામાં સહાયતા કરે છે. ફેંગશુઈ પ્રમાણે તો હાથીને બૌદ્ધિક ક્ષમતાને વિકસિત કરવા માટે પણ કારગર માનવામાં આવે છે.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...