આપણે બધાએ ઘણી વખત સાંભળ્યું હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે ચા વેચતા હતાં. આજે અમે આવા જ એક “ચા” વેચનાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે “ચા” વેચીને કરોડપતિ બની ગયો. જી હા, તમે વિચારતા હશો કે “ચા” વેચીને કરોડપતિ કેવી રીતે બની શકાય?. તો ચાલો આપણે જાણી લઈએ કે જો કોઈ વ્યક્તિ “ચા” વેચીને વડાપ્રધાન બની શકે છે તો પછી “ચા” વેચીને કરોડપતિ કેમ ના બની શકાય?. તમને જણાવી દઈએ કે અમદાવાદનાં પ્રફુલ બિલૌરનો પણ એવા લોકોમાં સમાવેશ થાય છે, જેમણે સંઘર્ષો સામે લડીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
પ્રફુલ્લ જ્યારે કોલેજમાં હતો ત્યારે તે નાપાસ થયો હતો. તેણે શાળા છોડી દીધી અને “ચા” વેચવાનું શરૂ કર્યું. ચા પણ એવી રીતે વેચીને કે આખો દેશ તેમને “ચાયવાલા” તરીકે ઓળખતો થયો. માત્ર ૪ વર્ષમાં તેમણે ૩ કરોડની પોતાની કંપની બનાવી લીધી છે. તો ચાલો આપણે જાણી લઈએ આ “ચા” વેચનાર સાથે જોડાયેલી કહાની. આપણે સૌએ આપણા વડીલો પાસેથી એ કહેવત ઘણીવાર સાંભળી હશે કે જો તમે ભણશો નહિ તો શું લારી લઈને ઉભા રહેશો?. આવી સ્થિતિમાં પ્રફુલ્લે પણ ખરેખર આવું જ કર્યું. જોકે તે એમબીએ કરવા માંગતો હતો.
આઈઆઈએમ જેવી સારી સંસ્થામાં પ્રવેશ માટે કેટ ની પરીક્ષા પણ આપવામાં આવી હતી પરંતુ તે ફેઇલ થઈ ગયો. પ્રફુલ્લ કેટ ની પરીક્ષામાં તો નાપાસ થયા હતાં પણ જીવનની પરીક્ષામાં નહીં. કેટની પરીક્ષામાં સતત નિષ્ફળતાને કારણે તેઓ નિરાશ થઈ ગયાં હતાં. થોડા અઠવાડિયાં સુધી તેણે પોતાની જાતને રૂમમાં પુરી રાખી. આખરે અમદાવાદની પિઝા શોપમાં તેને કલાકનાં ૩૭ રૂપિયામાં નોકરી મળી ગઈ અને તેને ડિલિવરી બોયની નોકરી મળી ગઈ. જોકે આ દરમિયાન તેને પ્રમોશન પણ મળ્યું હતું પરંતુ તેમણે કંઈક અલગ કરવાનું વિચારી રાખ્યું હતું. પોતાનું કંઈક કરવાનું હતું. આવી સ્થિતિમાં તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું પરંતુ તેમની પાસે પૈસા નહોતા.
આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.
ઓછી મુડીમાં ધંધો કરવાની ઇચ્છામાં તેમને “ચા” ની દુકાન કરવાનો વિચાર આવ્યો. તેણે માતા-પિતા પાસેથી ૮ હજાર રૂપિયા લીધા અને અમદાવાદનાં એસજી હાઈવે પર ચા ની લારી શરૂ કરી દીધી. મીડિયા રિપોર્ટ મુજબ પ્રફુલ્લનો ચા નો ધંધો શરૂઆતમાં ચાલતો નહોતો. આવી સ્થિતિમાં તેણે નક્કી કર્યું કે લોકો તેની પાસે “ચા” પીવા આવે કે ના આવે, તે તેની “ચા” લોકો સુધી પહોંચાડશે. તેમનાં જણાવ્યા અનુસાર જ્યારે તે લોકો પાસે “ચા” લઈને ગયો અને તેમની સાથે અંગ્રેજીમાં વાત કરી તો લોકોને આશ્ચર્ય થયું. આ રીતે પ્રફુલના ગ્રાહકો ધીમે ધીમે વધતા ગયા અને તેમની કમાણી દર મહિને હજારોની સંખ્યામાં પહોંચી ગઈ.
લોકોનાં મનોરંજન માટે પ્રફુલ પોતાના ચા ના સ્ટોલ પર ઓપન માઈક લગાવતો હતો. “વેલેન્ટાઇન ડે” ના દિવસે તેમણે સિંગલ લોકોને મફતમાં ચા આપી હતી. આ સ્ટોરી ફટાફટ વાયરલ થઇ ગઇ હતી, ત્યારબાદ તેણે લગ્નમાં પણ “ટી સ્ટોલ” લગાવવાનું શરૂ કરી દીધું હતું. “એમબીએ ચાયવાલા” નામની પાછળની કહાની વિશે વાત કરતાં પ્રફુલ્લ કહે છે કે તેણે પોતાનાં ટી સ્ટોલનું નામ “મિસ્ટર બિલોર અમદાવાદ ચાયવાલા” રાખ્યું હતું, જે ટુંકમાં “એમબીએ ચાયવાલા” તરીકે જાણીતો થયો અને બાદમાં તે આવી રીતે ફેમસ થઈ ગયો. આમ જોવા જઈએ તો પ્રફુલ્લ માટે આ સ્થાન મેળવવું એટલું સહેલું નહોતું.
આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !
પોતાના સંઘર્ષ વિશે તે કહે છે કે, “જ્યારે તેણે ચા નો સ્ટોલ શરૂ કર્યો ત્યારે પરિવાર, મિત્રોએ ઘણું બધું સંભળાવી દીધું હતું. ઘણીવાર પાલિકાની ટીમ “ચા” ની લારી ઉપાડીને પણ રવાના થઈ ગઈ હતી. ઘણી વખત ગુંડાઓ પણ ધમકી પણ આપતા હતાં. તેનું કહેવું છે કે લોકો તેની મજાક કરવાનાં ઇરાદે તેને ચાયવાલા કહેતા હતાં. તેમને માન-સન્માન મળતું નહોતું પણ આજે તેમની એ જ ઓળખ છે. તેમણે શીખ્યું કે બિઝનેસ કરવો હોય તો કોઇની વાત મગજમાં ના લો. તમને જે યોગ્ય લાગે તે કરો. કોઈ તમારી મદદ માટે આગળ નહીં આવે. તમારે તમારી જાતને મદદ કરવી પડશે. બાદમાં જુઓ તમારો ધંધો કેવો ચાલે છે.
તમને જણાવી દઈએ કે પ્રફુલનો આઈડિયા આજે ખુબ જ ફેમસ થઈ ગયો છે. હવે આ મામલો એ હદે પહોંચી ગયો છે કે ઘણા લોકો તેમની ફ્રેન્ચાઈઝી લેવા માટે તૈયાર બેઠા છે. આજે ભારત દેશભરમાં તેમની કુલ ૧૧ ફ્રેન્ચાઇઝી છે. પ્રફુલ આજે પ્રેરણાદાયી વ્યક્તિ છે અને ઘણી કોલેજોમાં પ્રવચનો પણ આપી ચુકયો છે. પ્રફુલ્લ માત્ર ચા ની ફ્રેન્ચાઇઝીમાંથી જ કમાણી નથી કરતો પણ તે લગ્નમાં પણ ચા બનાવવા જાય છે અને ત્યાં એક દિવસનો ૫૦ હજાર રૂપિયા ચાર્જ પણ લે છે.
એટલું જ નહીં તે ક્રિપ્ટોકરન્સી અને શેરબજારમાં પણ રોકાણ કરે છે. પ્રફુલ્લનું એક સપનું છે કે તેઓ હૃદય, કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પીડાતા લગભગ ૧૦૦ લોકો માટે ૧ રૂપિયાથી લઈને ૧૦ લાખ રૂપિયા સુધીનું ભંડોળ એકઠું કરવા માંગે છે. તેનાં માટે તેમણે “ચા” ની મેરેથોનનું આયોજન કરવાનું પણ નક્કી કર્યું છે.
────────⊱◈✿◈⊰───────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો