મંગળવાર, 24 જાન્યુઆરી, 2023

સુરતનાં હિરાનાં વેપારીની ૯ વર્ષની દિકરી બની ગઈ સંન્યાસી, પિતાની ૩૦૦ કરોડની સંપતિને પણ છોડી દીધી, ગોલ્ડ મેડાલિસ્ટ છે દેવાંશી


જે ઉંમરમાં બાળકો રમે છે, મોજ-મસ્તી કરે છે, ટીવી જુએ છે અને ચટાકા લઈને પોતાની પસંદગીનું ભોજન ખાય છે, તે ઉંમરે દેવાંશી સંન્યાસી બની ગઈ છે. આ વાત તમને વિચિત્ર જરૂર લાગશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં સમાચાર અનુસાર દેશનાં મોટા હીરા ઉદ્યોગપતિની ૯ વર્ષની દિકરી બધુ જ છોડીને સંન્યાસી બની ગઇ છે. દુનિયાની મોહમાયાથી દુર થઈ ગઈ છે. જેમણે પણ આ સાંભળ્યું, તે બધા જ સ્તબ્ધ થઈ ગયાં. તો ચાલો આજે તમને દેવાંશી અને તેના પરિવાર વિશે જણાવી દઈએ.


કરોડોની સંપતિ તેમ છતાં પણ સાધારણ જીવન
દેવાંશીનાં પિતા કરોડોની સંપત્તિનાં માલિક છે. તેમના પિતા ધનેશ સંઘવી વિશ્વની સૌથી જુની ડાયમંડ કંપનીના માલિક છે. ધનેશ સંઘવી સંઘવી એન્ડ સન્સ કંપનીના સ્થાપક મહેશ સંઘવીનાં એકના એક પુત્ર છે. આ ડાયમંડ કંપનીની દેશનાં ઘણા ભાગોમાં તેમજ વિશ્વના ઘણા દેશોમાં શાખાઓ છે. કંપનીનું કરોડોનું ટર્નઓવર છે. દેવાંશી તેમની મોટી દિકરી છે. તેને કંપનીની જવાબદારી મળવાની હતી પરંતુ તે મિલ્કતની લાલચ છોડીને સંન્યાસી બની ગઈ છે. કરોડોની સંપત્તિ હોવા છતાં પણ હિરાનાં ધંધાર્થીનો આ પરિવાર સામાન્ય જીવન જીવે છે.
ગોલ્ડ મેડાલિસ્ટ છે દેવાંશી
દેવાંશીએ ધાર્મિક શિક્ષણમાં નિપુણતા મેળવી હતી. તેમણે ધાર્મિક શિક્ષણ પર આધારિત ક્વિઝમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું હતું. ધર્મ ઉપરાંત સંગીત, ભરતનાટ્યમ અને યોગ શીખ્યા હતાં. પરિવારનાં જણાવ્યા પ્રમાણે દેવાંશીએ હજુ સુધી ક્યારેય પણ ટીવી જોયું નથી.

૪ મહિનાની ઉંમરમાં જ ખાવા-પીવાનું છોડી દીધું હતું
૧૪ જાન્યુઆરીથી જ દેવાંશીની દિક્ષા શરૂ થઈ ગઈ હતી. બુધવારે ૩૫,૦૦૦ લોકોની હાજરીમાં તેમણે જૈન ધર્મની દિક્ષા સ્વીકારી હતી. રાજકુમારીની જેમ રહેતી દેવાંશીએ સાદા કપડા પહેર્યાં હતાં. આ દિક્ષાવિધિમાં ૪ હાથી, ૧૧ ઉંટ અને ૨૦ ઘોડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનાં રિપોર્ટ અનુસાર દેવાંશીને બાળપણથી જ ધર્મ, આધ્યાત્મમાં રસ હતો. તેમણે ૯ વર્ષ સુધીમાં ૩૫૭ દિક્ષા લીધી હતી. ૫૦૦ કિ.મી.નો પગપાળા પ્રવાસ કરીને તે જૈન ધર્મનાં રિવાજોમાં સામેલ થઈ હતી.

કોણ છે દેવાંશીનાં પિતા ધનેજ સંઘવી
દેવાંશી દેશનાં જાણીતા હિરાનાં વેપારી ધનેજ સંઘવીની પુત્રી છે. તેમને બે દિકરીઓ છે, જેમાં દેવાંશી મોટી દિકરી છે. ધનેજ સંઘવી તેના પુર્વજોનાં વ્યવસાયનું સંચાલન કરે છે. વર્ષ ૧૯૮૧ માં તેમના પિતા મોહનભાઈ સંઘવીએ “સંઘવી એન્ડ સન્સ ડાયમંડ” કંપનીની શરૂઆત કરી હતી. મોહનભાઈએ પોતાનાં લોહી અને પરસેવાથી જે કંપનીનું સંચાલન કર્યું હતું, હવે તેમની ઉત્તરાધિકારી સંન્યાસી બની ગઈ છે. ઈન્ડિયા ક્રેડિટ રેટિંગ એજન્સી આઈસીઆરએનાં જણાવ્યા પ્રમાણે આજે આ કંપનીની કિંમત કરોડોમાં છે. કંપનીની ઓપરેટિવ આવક ૨૦૦૧ માં ૩૦૦.૧ કરોડ રૂપિયા અને ૨૦૨૧ માં ૩૦૪.૪ કરોડ રૂપિયા છે.

હિરાનાં વેપારી ધનેશ સંઘવીની પુત્રી દેવાંશીની સંન્યાસ લેવા નિમિત્તે મંગળવારે હાથી અને ઘોડાઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અગાઉ આ પરિવારે બેલ્જિયમમાં પણ આવી જ રીતે સરઘસ કાઢ્યું હતું. આ પરિવાર “સંઘવી એન્ડ સન્સ” નામની કંપની ચલાવે છે, જે હીરા બનાવતી સૌથી જુની કંપનીઓમાંની એક છે. આ કંપનીનો બિઝનેસ કરોડોમાં છે. દેવાંશીએ સંન્યાસ ના લીધો હોત તો આગામી વર્ષોમાં કરોડોનાં હિરાનો ધંધો કરતી કંપનીની માલિક હોત. ધનેશ સંઘવીની વાત કરીએ તો તેઓ પણ પિતા મોહન સંઘવીનાં એકના એક પુત્ર છે.

હિરાના વેપારીની પુત્રી દેવાંશીને લઈને પરિવાર અને તેમનાં સંબંધીઓનું કહેવાનું છે કે દેવાંશી હજુ સુધી કોઈપણ રેસ્ટોરન્ટમાં ગઇ નથી. તેની સાથે જ દેવાંશીએ આજ સુધી ક્યારેય ફિલ્મ પણ જોઇ નથી. ધનેશ સંઘવી , તેમની પત્નિ અમી અને બંને પુત્રીઓ ધાર્મિક સુચના મુજબ સરળ જીવનશૈલીનું પાલન કરે છે. દેવાંશીએ બાળપણથી જ દિવસમાં ૩ વાર પુજા કરી હતી. ઇવેન્ટનાં આયોજકોમાંથી એકે જણાવ્યું હતું કે, “આટલો મોટો બિઝનેસ સેટ-અપ ધરાવતો હોવા છતાં પણ આ પરિવાર સાદું જીવન જીવે છે. તેમને પણ જોવા મળ્યું છે કે તેમની પુત્રીઓ તમામ સાંસારિક સુખથી દુર રહેવા માંગે છે.

────────⊱◈✿◈⊰──────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...