સોમવાર, 30 જાન્યુઆરી, 2023

ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે

આજ નો સમય શો ઓફ અને અને દેખાવ કરવાનો સમયગાળો ચાલી રહ્યો છે મોંઘા દાટ કપડા હાઈ ફાઈ જીવન, નોકરી અને વિદેશ મા રહેવા જવુ વગરે પરંતુ પોરબંદર ના મહેર દંપતી એ જે કર્યુ એ જાણી ને તમને નવાઈ લાગશે.

પોરબંદરના બેરણ ગામનું મહેર દંપતી વિદેશ રહેતું હોવા છતાં ત્યાંની હાઇ-ફાઇ લાઇફ સ્ટાઇલ છોડીને પોતાના વતનમાં સ્થાયી થયું છે. તેવો નુ માનવુ છે કે ત્યાંની દોડધામની જીંદગી  જંક ફૂડ ખાઇને જીવવા કરતા અહીં કુદરતી વાતાવરણમાં અને પૌષ્ટિક ખોરાક ખાઇ જીંદગી જીવવી વધુ સારી છે. આ દંપતીનો  પુત્ર ઓમ પણ  વાડી – ખેતરોમાં દરરોજ  ૪ થી ૫ કિલોમીટર દોડાદોડી કરે છે. ઘરની ગાય તેમજ ભેંસોના ચોખ્ખા દૂધ, દહીં, છાશ, ઘી તેમજ તાજા શાકભાજી અને ફળો ખાઇ પરિવાર ખૂબ જ હેલ્ધી રહે છે.

પોરબંદર ના બેરણમા રહેતા અને પશુપાલન નો વ્યવસાય કરતા રામદેભાઇ વિરમભાઇ ખુંટી અને તેમના યુવાન પત્ની ભારતીબેન બન્ને ઇંગ્લેન્ડમાં સારી પોસ્ટ ઉપર હતા. આ દંપતી ૨૦૧૦માં ઇંગ્લેેન્ડ ગયું હતું. જ્યાં રામદેવભાઈ બી.એસસી.ની ડીગ્રી સાથે ઇન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટમાં જોડાયા હતાં. જ્યારે તેમના પત્નીએ હીથ્રો એરપોર્ટમાં બ્રિટીશ એરવેઝમાં એર હોસ્ટેસના કોર્ષ કર્યો હતો.

આ દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યારબાદ તેવો ના વિચારો બદલાયા અને તેનો પોતાના ગામ મા સ્થાયી થવા માટે ઇગ્લેન્ડ છોડી ને આવતા રહ્યા. ભારતીબેન ખેતીકામ થી અજાણ હોવા છતા તે આજે ભેંસો પણ દોહી લે છે અને બધુ કામ વ્યવસ્થીત કરી લે છે. અને ઘોડેસવારી પણ કરે છે. વિદેશ મા સ્થાયી થવાની ઘેલછા ધરાવતા લોકો માટે આ બાબત પ્રેરણા રુપ કહેવાય.


────────⊱◈✿◈⊰──────


─RECENT─⊱◈✿◈⊰─POSTS─



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


────────⊱◈✿◈⊰──────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...