મંગળવાર, 31 જાન્યુઆરી, 2023

કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત

યુગનો અર્થ થાય છે એક નિર્ધારિત સંખ્યાનાં વર્ષોની કાલ અવધિ. ઉદાહરણ તરીકે કળયુગ, દ્વાપરયુગ, સતયુગ, ત્રેતાયુગ વગેરે. એક યુગનાં અંત બાદ બીજો યુગ શરૂ થાય છે. શાસ્ત્રોમાં કળયુગનાં અંત વિષે પણ જણાવવામાં આવ્યું છે. બ્રહ્માવૈવર્તમાં કળયુગની સમાપ્તિનો ઉલ્લેખ મળે છે. બ્રહ્માવૈવર્ત પુરાણમાં લખ્યું છે કે જ્યારે કળયુગ સમાપ્ત થવા લાગશે ત્યારે વ્યક્તિ નાની ઉંમર સુધી જ જીવિત રહેશે. હકિકતમાં તેનું આયુષ્ય ખુબ જ ઓછું થઈ જશે. કળયુગમાં લોકોનાં શરીરમાં ખુબ જ જલ્દી બિમારી અને દોષ લાગશે. તણાવનાં કારણે નાની ઉંમરમાં જ લોકોનાં વાળ સફેદ થવા લાગશે. ખરાબ વાતાવરણ અને તણાવગ્રસ્ત દિનચર્યાનાં કારણે લોકો ૨૦ વર્ષની ઉંમરમાં જ વૃદ્ધ લાગવા લાગશે. યૌવન જલ્દી સમાપ્ત થઈ જશે.

બ્રહ્માવૈવર્ત પુરાણમાં એ વાતનું પણ વર્ણન છે કે ભગવાન નારાયણે દેવર્ષિ નારદને એ વાતની જાણકારી આપી હતી કે કળયુગમાં એક સમય એવો પણ આવશે જ્યારે પુરુષ મહિલાને આધીન થઇ જશે. દેશ-દુનિયામાં માત્ર પાપ નું જ સામ્રાજ્ય હશે. લોકો આળસુ થઈ જશે. લોકોનું મન તામસીક કામ પ્રત્યે આકૃષ્ટ થશે. એ વાતનો પણ ઉલ્લેખ છે કે કળયુગમાં પાંચ હજાર વર્ષ વીતી ગયાં બાદ ગંગા નદીનું પાણી એકદમ સુકાઈ જશે. ગંગા નદી ફરી એકવાર પોતાના લોક એટલે કે વૈકુંઠમાં પરત ચાલી જશે. કળયુગનાં ૧૦,૦૦૦ વર્ષ પુરા થયા બાદ દેવી-દેવતાઓ પૃથ્વી છોડીને પોતાનાં લોક પ્રસ્થાન કરી જશે અને સાત્વિક જીવનથી તેમનો મોહભંગ થઇ જશે.


એ વાતનો પણ ઉલ્લેખ મળે છે કે કળયુગમાં પૃથ્વી વિરાન થઈ જશે, જેથી કરીને ખેડુત ખેતી નહીં કરી શકે અને અન્ન ઉત્પન્ન નહીં થાય અને લોકો ભુખ્યા જ મરી જશે. કળયુગનાં અંતમાં પૃથ્વી પાણીમાં ડુબી જશે. તેમાં એવું પણ લખ્યું છે કે આ યુગમાં જ્યારે ક્યાંય પણ પ્રલય થશે તો માત્ર હરિ કિર્તન જ મનુષ્ય જાતિ ને બચાવશે. પુરાણોનાં જાણકાર માને છે કે જેમ-જેમ કળયુગ આગળ વધશે, તેમ-તેમ ભારતની ગાદી પર વેદ વિરોધી લોકોનું શાસન થવા લાગશે. તે એવા લોકો હશે, જે જનતા સામે ખોટું બોલશે અને પોતાના કુત્કર્તો દ્રારા એકબીજાની આલોચના કરશે અને જેનો કોઈ ધર્મ નહીં હોય.

તે બધા વિધર્મી હશે. તે બધા મળીને ભારતને તોડશે અને અંતમાં ભારતને એક અકારક ભુમિ બનાવી દેશે. પોતાનાં ધર્મને છોડીને લોકો બીજા ધર્મનો આશ્રો લેશે. દેવતાઓનું દેવતત્વ પણ નષ્ટ થઈ જશે અને તેમનાં આશીર્વાદ પણ નહીં રહે. મનુષ્યની બુદ્ધિ ધર્મથી વિપરીત થઈ જશે. મહર્ષિ વેદ વ્યાસજી અનુસાર કળયુગમાં મનુષ્યનું વર્ણ અને આશ્રમ સંબંધીત પ્રવૃત્તિ નહી રહે. વેદોનું પાલન કોઈ નહીં કરે. કળયુગમાં લગ્નને ધર્મ નહીં માનવામાં આવે. શિષ્ય ગુરુનાં આધીન રહેશે. પુત્ર પણ પોતાના ધર્મનું પાલન નહીં કરે. કોઈપણ કુળમાં જન્મેલા કેમ ના હોય, જે બળવાન હશે, એ જ કળયુગમાં બધાના સ્વામી હશે.


બધા વર્ણનાં લોકો કન્યા વેચીને જ નિર્વાહ કરશે. કળયુગમાં જે પણ કોઈનું વચન હશે, તે શાસ્ત્ર માનવામાં આવશે. કળયુગમાં થોડા ધનથી મનુષ્યમાં મોટો ઘમંડ હશે. સ્ત્રીને પોતાના વાળ પર ખુબ જ રૂપવતી હોવાનો ગર્વ થશે. કળયુગમાં સ્ત્રી ધનહીન પતિનો ત્યાગ કરી દેશે. તે સમયે અમીર પુરુષ સાથી સ્ત્રીનાં સ્વામી હશે. જે વધારે ધન આપશે, તે જ મનુષ્યને જ પોતાનાં સ્વામી માનશે. તે સમયે લોકો પ્રભુતાનાં જ કારણે સંબંધ રાખશે. કળયુગની પ્રજા દુષ્કાળનાં ભયથી વ્યાકુળ રહેશે. બધાની આંખો આકાશ તરફ રહેશે.

વરસાદ ના થવાથી મનુષ્ય તપસ્વી લોકોની જેમ ફળ, મુળ તથા પાન ખાઈને જીવશે અને કેટલાક લોકો તો આપઘાત કરી લેશે. કળયુગમાં હંમેશા અકાળ જ પડતો રહેશે. બધા લોકો હંમેશા કોઈને કોઈ ઝઘડાઓથી ઘેરાયેલા રહેશે. કોઈક કોઈકને તો થોડું સુખ પણ મળી જશે. તે સમયે બધા લોકો સ્નાન કર્યા વગર જ ભોજન કરશે. દેવપુજા, અતિથિ સત્કાર, શ્રાદ્ધ અને તર્પણની ક્રિયા કોઈ નહીં કરે. કળયુગની સ્ત્રી લોભી, વધારે ખાવા વાળી અને મંદભાગ્ય વાળી હશે. ગુરુજનો અને પતિની આજ્ઞાનું પાલન નહીં કરે તથા પડદાની પાછળ પણ નહીં રહે. પોતાનું જ પેટ પાળશે. ક્રોધમાં રહેશે.


દેહ શુદ્ધી તરફ ધ્યાન નહીં આપે તથા ખોટું અને અપશબ્દો બોલશે. એટલું જ નહીં તે દુરાચારી પુરુષોને મળવાની અભિલાષા કરશે. તે સમયે ૫, ૬ અથવા ૭ વર્ષની સ્ત્રીને ૮, ૯ કે ૧૦ વર્ષનાં પુરુષોથી જ સંતાન થવા લાગશે. ઘોર કળયુગ આવવા પર મનુષ્ય ૨૦ વર્ષ સુધી પણ જીવિત નહીં રહે. આ સમયે લોકો મંદબુદ્ધિ, વ્યર્થનાં ચિન્હ ધારણ કરવાવાળા, ખરાબ વિચારોવાળા હશે. લોકો ઋણ ચુકવ્યા વગર જ લઈ લેશે અને જેનું શાસ્ત્રોમાં કોઈ વિધાન નથી, એવા યજ્ઞનું અનુષ્ઠાન થશે. મનુષ્ય પોતાને જ પંડિત સમજશે અને કોઈ પ્રમાણ વગર જ બધા કાર્ય કરશે. ગ્રહોની જ્યોતિ ફિક્કી પડી જશે. ૧૦ દિશા વિપરીત થશે.

જ્યારે કળયુગનાં ૧૦,૦૦૦ વર્ષ થઈ જશે ત્યારે બધા જ દેવી-દેવતાઓ પૃથ્વી છોડીને પોતાના ધામ ચાલ્યા જશે. વ્યક્તિ પુજા, કર્મ, વ્રત, ઉપવાસ અને બધા ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે. એક સમય એવો આવશે કે જમીનમાંથી અન્ન ઉપજવાનું બંધ થઈ જશે અને પૃથ્વી જળમગ્ન થઈ જશે. ત્યારબાદ કળયુગનાં અંતમાં જે સમયે કલ્કી અવતાર અવતરિત થશે, તે સમયે મનુષ્યની પરમ આયુ માત્ર ૨૦ કે ૩૦ વર્ષ હશે, જે સમયે કલ્કી અવતાર આવશે ત્યારે મનુષ્યની લંબાઈ ખુબ જ ઘટી ગઈ હશે.


પુત્ર પિતાને અને વહુ સાસુને કામ કરવા મોકલશે. કળયુગમાં સમયની સાથે સાથે મનુષ્ય વર્તમાન પર વિશ્વાસ કરવાવાળા શાસ્ત્ર અને જ્ઞાનથી રહિત દંભી અને અજ્ઞાની હશે. ત્યારે જગતમાં લોકો સર્વભક્ષી થઈ જશે. સ્વયંની આત્મરક્ષા માટે લાચાર થઈ જશે તથા રાજા તેમની રક્ષા કરવામાં અસમર્થ થઈ જશે. ત્યારે મનુષ્યમાં ક્રોધ લોભ વધારે રહેશે. શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંધમાં કળયુગનાં ધર્મનાં અંતર્ગત શ્રી શુકદેવીજી પરીક્ષિતજીને કહે છે કે જેમ જેમ ઘોર કળયુગ આવશે તેમ તેમ ઉત્તરોત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, ઉંમર, બળ અને સ્મરણ શક્તિનો લોપ થતો જશે.

કળયુગનાં અંતનાં સમયે મોટા મોટા ભયંકર યુદ્ધ થશે. ભારે વર્ષા, પ્રચંડ તોફાન અને ખુબ જ ગરમી પડશે. લોકો કપડા ચોરવા લાગશે. ચોર પોતાના જ જેવા ચોરોની સંપત્તિ ચોરવા લાગશે. હત્યારાની પણ હત્યા થવા લાગશે. લોકોની ઉંમર પણ ઓછું થતું જશે. એવું પણ કહેવામાં આવે છે કે કળયુગમાં એક સમય એવો આવશે જ્યારે બધા જ પુરુષો સ્ત્રીને આધીન થઈને જીવન પસાર કરશે. પાપ ની બોલબાલા ચારેય તરફ થશે. મનુષ્ય સાત્વિક જીવનની જગ્યાએ તામસી જીવન જીવવામાં વિશ્વાસ રાખશે. કળયુગમાં ૫૦૦૦ વર્ષ બાદ ગંગા નદી સુકાઈ જશે અને તે ફરી વૈકુંઠધામ ફરશે.


જ્યારે કળયુગનાં ૧૦,૦૦૦ વર્ષ થઈ જશે ત્યારે બધા જ દેવી-દેવતાઓ પૃથ્વી છોડીને પોતાના ધામ ચાલ્યા જશે. વ્યક્તિ પુજા, કર્મ, વ્રત, ઉપવાસ અને બધા ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે. એક સમય એવો આવશે કે જમીનમાંથી અન્ન ઉપજવાનું બંધ થઈ જશે અને પૃથ્વી જળમગ્ન થઈ જશે. ત્યારબાદ કળયુગનાં અંતમાં જે સમયે કલ્કી અવતાર અવતરિત થશે, તે સમયે મનુષ્યની પરમ આયુ માત્ર ૨૦ કે ૩૦ વર્ષ હશે, જે સમયે કલ્કી અવતાર આવશે ત્યારે મનુષ્યની લંબાઈ ખુબ જ ઘટી ગઈ હશે.

────────⊱◈✿◈⊰──────


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : SBI માં ભરતી 2023


આ પણ વાંચો : 10 પાસ પર ગુજરાત પોસ્ટ  (ટપાલ) વિભાગ દ્વારા મોટી ભરતી 2023


આ પણ વાંચો : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરતી 2023


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


────────⊱◈✿◈⊰──────






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...