ભગવાન શ્રીકૃષ્ણચંદ્રમણિના ચરણોથી પાવન થયેલ બરડા પંથકમાં ઠેર ઠેર એવા સ્થળો આવેલા છે કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ વાસ કર્યો હતો. આજ પણ એની અનેક કથાઓ મળે છે. એમાંની જ એક વાત એટલે કાનમેરાની હોળી.
કાનમેરો શિખર એ બરડાના વેણુ અને આભપરા પછીનું સૌથી ઊંચું શિખર છે. એમ કહેવાય છે અહીંયા હજારો વર્ષો પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હતી. ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે. અને મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન/પૂજન કરવા આવે છે. આ હોળીની જ્વાળાઓ છેક દ્વારકાથી જોઈ શકાય છે. અને બરડા પંથકમાં તેમજ અડધા હાલાર પંથકમાં કાનમેરાની હોળી પ્રગટે પછી બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી. પરંતુ હવે કો'ક ગામોએ જ આ પરંપરા જાળવી છે બાકી ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે. આજ પણ કાનમેરાની હોળી પ્રગટે ત્યારે લોકો ત્યાં સામ-સામે દુહાઓ ગાય છે, ગીતો ગાય છે. આ પરંપરા એક સમયે દરેક ગામોમાં હતી. દુહા ગાનાર પ્રતિસ્પર્ધી સામ-સામા એક પછી એક દુહાઓ લલકારતા. કલાકો સુધી આ દોર ચાલતો. લોકો એક ગામથી બીજા ગામ પણ દુહાઓ ગાવા જતા. પરંતુ હવે આ પરંપરા ભાગ્યે જ કયાંક જોવા મળે છે.
અહીંયા એક જનશ્રુતિ/લોકવાયકા એવી છે કે ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મિણીનું હરણ કરી લાવ્યા અને અહીંયા એમનો વિવાહ થયો. એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો. એટલે ભગવાન શ્રીકૃષ્ણ એ અહીંયા હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું. અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો, રાસ રમ્યા. ભગવાન શ્રીકૃષ્ણના વિવાહમાં અહીંયા માણસોનો મેળો ભરાયો એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે. જો કે ઇતિહાસવિદો આ શિખર નામકરણ પાછળ કઈંક જુદા જ તર્કો બતાવે છે.
આ શિખર પર તમરાઓ બહુ પ્રમાણમાં છે. જેમ ફૂલછોડ પર મધમાખીઓ હોય એમ આ શિખરના વૃક્ષે-વૃક્ષે તમરાઓ છે. આ કાનમેરાના શિખરની દક્ષિણે સાંકળોજુ તળાવ છે. અને ઉત્તરમાં કરમદી, વાંસ અને ટીમરુંનું વન આવેલું છે. તેમાં બીજા વૃક્ષો પણ છે પરંતુ બહુમાત્રમાં કરમદી, વાંસ અને ટીમરું છે. ત્યાં વનરાવનનો નેસ આવેલો છે. શક્ય છે એ જગ્યાના નામ વનરાવન પરથી નેસનું નામકરણ થયું હોય. આ જાણીને મને પેલું ગીત યાદ આવી ગયું'તું... "મારુ વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું..."
કાનમેરાની હોળી જ્યાં થાય છે ત્યાં પશ્ચિમમાં વીસેક ફૂટ નીચે બે ચાર પથ્થરોની નાનકડી ગુફામાં ગાત્રાળ માતાનું સ્થાનક છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા હોળી પૂજન કરી બધા સાંજે નીચે આવી જાય છે કોઈ ત્યાં રાતવાસો કરતું નથી. અમે પણ રાતે જ શિખર ઉતરી ગયા હતા. રોકાય તો કોઈક સ્થાનિક જ રોકાય છે. અને એમનું કહેવું છે કે હોળીનો કુંભ પણ કોઈ કાઢી શકતું નથી, કોઈ નિરાકર શક્તિ કુંભ કાઢી લે છે. સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે. હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે અને હોળીનો કુંભ કેવો પાક્યો એના પરથી એક જમાનામાં લોકો આગોતરા વર્ષનું અનુમાન લગાવતા. આજ પણ વડીલોમાં આ બાબતે અનેરી આસ્થા જોવા મળે છે.
જુઓ વિડિયો :
સરકારી ભરતીને લગત જાહેરાતો જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
─RECENT─⊱◈✿◈⊰─POSTS─
આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.
આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.
આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર
આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.
આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !
આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના
આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...
આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ
───⊱◈✿◈⊰───
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો