બુધવાર, 19 એપ્રિલ, 2023

તલાટી - કમ - મંત્રી પરીક્ષા 2023 : ગ્રામ પંચાયત સેક્રેટરી પરીક્ષા 2023 : જલ્દીથી સંમતિ ફોર્મ ભરી દો, અન્યથા પરીક્ષા નહીં આપી શકાય. વાંચો સંપૂર્ણ માહિતી

ગ્રામ પંચાયત સેક્રેટરી પરીક્ષા 2023 : તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) તારીખ 07/05/2023ના રોજ યોજાનાર છે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.

આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો”. ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે. 

ઉમેદવારે ઓજસ વેબસાઇટ ઉપર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૨૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૨૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.

તલાટી કમ મંત્રી ઉમેદવારો માટેની અગત્યની સૂચના :
પરીક્ષાનું નામગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
પરીક્ષાનો પ્રકારઓનલાઇન
પ્રશ્નોનો પ્રકારMCQ
પ્રશ્નોની સંખ્યા100
કુલ ગુણ100
સમય અવધિ1 કલાક (60 મિનિટ)
નેગેટિવ માર્કિંગ0.33 માર્ક

તલાટી પરીક્ષા  સૂચના 2023 :
આ સંમતિ અંગેનું ફોર્મ ઓજસ વેબસાઇટ http://ojas.gujarat.gov.in ઉપર તારીખઃ ૨૦-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાક સુધી ઉમેદવાર ભરી શકશે. ત્યારબાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં. જે ઉમેદવારો ઉપરોકત ઓનલાઇન સંમતિ ફોર્મ નિયત તારીખ-સમય સુધીમાં ભરશે નહીં, તેવા ઉમેદવાર તા. ૦૭-૦૫-૨૦૨૩ની પરીક્ષા માટેના પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષા આપી શકશે નહીં, તેની નોંધ લેવા સર્વે ઉમેદવારોને જણાવવામાં આવે છે.

તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ :
આથી ઉમેદવારોને પુનઃ સુચિત કરવામાં આવે છે કે, જે ઉમેદવારો તા. ૦૭-૦૫-૨૦૨૩ના રોજ યોજાનાર તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને ઝડપથી તા.૨૦-૦૪-૨૦૨૩ના સવારે ૧૧-૦૦ વાગ્યા સુધીમાં ઓજસ વેબસાઇટ ઉપર પોતાનું ઓનલાઇન સંમતિ ફોર્મ ભરી દેવા જણાવવામાં આવે છે. વધુ વિગતો માટે મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ તા. ૧૩-૦૪-૨૦૨૩ની ” ઉમેદવારો માટેની અગત્યની સુચના ” જોવા વિનંતી છે. વધુમાં આ અંગેની રોજબરોજની જાણકારી માટે દરરોજ મંડળની વેબસાઇટ જોતા રહેવા સર્વે ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિન્ક :
GPSSBની
સત્તાવાર વેબસાઈટ
 http://gpssb.gujarat.gov.in/
સંમતિ ફોર્મ
નોટિફિકેશન
અહીંયા ક્લિક કરો
સંમતિ ફોર્મ
ભરવા માટે
અહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં
જોડાવા માટે
અહીંયા ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી 20 એપ્રિલ 2023 છે.

તલાટી સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
તલાટી સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=# છે.

───⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...