શુક્રવાર, 7 એપ્રિલ, 2023

જ્યારે પુત્રોએ કરાવ્યાં વિધવા માતાનાં લગ્ન, કહ્યું - 'માતાને પણ જીવનસાથીની જરૂર'

સારાંશ
◆ તામિલનાડુમાં બની એક અલગ જ પ્રકારની ઘટના
◆ બે પુત્રોએ ભેગા મળીને વિધવા માતાના લગ્ન કરાવ્યા
◆ પ્રથમ પતિના નિધન બાદ એકલા બે બાળકોને ઉછેર્યા હતા.
◆ સમાજ અને સગાસંબંધીઓની પરવા કર્યા વગર પુત્રોએ શોધ્યો માતા માટે જીવનસાથી
"એ સાંભળીને થોડું વિચિત્ર લાગ્યું જ્યારે લગ્નની ઉંમરે પહોંચેલા મારા પુત્રોએ મને લગ્ન કરવા માટે કહ્યું."

સેલ્વી કહે છે, "સાથે જ મને એ વિચારીને ગર્વ થાય છે કે મારા પુત્રો જેવી વિચારધારા આ સમાજમાં બીજા કોઈ પાસે નથી. અહીં ઘણી મહિલાઓ છે, જે પોતાના પતિ ગુમાવી ચૂકી છે અને એકલા રહીને જ પોતાનાં બાળકોની સારસંભાળ રાખે છે."

તામિલનાડુના કલ્લાકુરિચીની પ્રાંગમપટુ પંચાયતમાં ભાસ્કર અને તેમના ભાઈ વિવેક માતા સેલ્વી સાથે રહે છે.

ભાસ્કર અને વિવેકે બાળપણમાં જ પોતાના પિતા ગુમાવ્યા હતા. 2009માં જ્યારે પિતાનું નિધન થયું ત્યારે ભાસ્કર વેલ્લોરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. જ્યારે તેમનો ભાઈ વિવેક 11મા ધોરણમાં ભણતો હતો.

ભાસ્કરે જણાવ્યું, "તે સમયે તો અમે માતાના બીજા લગ્ન વિશે વિચાર્યું ન હતું. ઘણી મહિલાઓને પતિના નિધન બાદ એકલપંડે બાળકોની સંભાળ રાખતા જોઈ છે. એટલે એવો કોઈ વિચાર આવ્યો નહોતો."

"પણ જ્યારે હું એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં હતો ત્યારે એક શિક્ષકને મળવા ગયો. ત્યારે તેમણે કહ્યું કે તારી માતા આટલાં વર્ષોથી એકલી રહે છે તો બીજા લગ્ન કેમ નથી કરાવતા?"

લગ્નની વાત કેવી રીતે શરૂ થઈ?
ભાસ્કરે આ વિશે લાંબા સમય સુધી વિચારી ન શક્યા. તેમનો અભ્યાસ પૂર્ણ થયો અને નોકરી શરૂ કરી.

પુસ્તકો વાંચવાના શોખના કારણે દુનિયાભરની વાતો જાણવા લાગ્યા. તેમણે પેરિયારના પુનર્વિવાહ સંબંધિત લેખો વાંચ્યા અને પછી મિત્રો સાથે પણ આ મુદ્દે વાત કરી.

ત્યારે ભાસ્કરે વિચાર્યું કે માતા પણ એકલી છે તો તેઓ લગ્ન કેમ ન કરી શકે? આ વિચાર આવ્યા બાદ તેમણે પોતાના નાના ભાઈ વિવેક સાથે વાત કરી. વિવેકને પણ આ વાતથી કોઈ વાંધો ન હતો.


પછી બંને ભાઈઓએ મળીને માતાને મનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. ભાસ્કરે જણાવ્યું, "માનું જીવન હંમેશાં અમારી આસપાસ ફર્યા કરતું હતું. એટલે શરૂઆતમાં તેમણે આ મુદ્દે વાત કરવા અનિચ્છા વ્યક્ત કરી."

"ત્યાર પછી અમે આ વાતચીતને આગળ વધારવાની શરૂ કરી. એક દિવસે તેમણે મને મારા લગ્નની વાત કરતા કહ્યું કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ. ત્યારે મેં કહ્યું કે મા જો તું લગ્ન કરીશ, તો હું પણ કરી લઈશ."

ભાસ્કર કહે છે, "એ બાદ હું અવારનવાર આ મુદ્દે માતા સાથે વાત કરતો થયો. તેમને કહેવા લાગ્યો કે તમે લાંબા સમયથી એકલાં જ સંઘર્ષ કરો છો, તમારે પણ લગ્ન કરી લેવા જોઈએ. પછી હું કરી લઈશ."

માતાની ચિંતા હતી કે સગાંસંબંધીઓ શું કહેશે?
બંને પુત્રોના સતત પ્રયત્નોના કારણે થોડાક વર્ષોમાં સેલ્વી લગ્ન માટે તૈયાર થઈ ગયાં. જોકે, સમાજમાં આમ થવું સામાન્ય ન હતું. જે મહિલાઓના પતિનું નિધન થઈ જાય છે, તેમણે જિંદગીભર વિધવા બનીને રહેવું પડે છે. સગાંસંબંધીઓ આવી મહિલાઓનાં બીજા લગ્ન માટે તૈયાર નથી હોતા.

સેલ્વી જણાવે છે, "જ્યારે મારા મોટા પુત્રએ મને આ વિશે કહ્યું તો હું ચોંકી ગઈ. મેં તેને ટકોર કરી કે જ્યારે મારો પુત્ર લગ્ન કરવા લાયક છે, ત્યારે હું લગ્ન કરીશ તો કેવું લાગશે?"

સેલ્વીએ કહ્યું કે, "મારા પુત્રોનું કહેવું હતું કે તમે ક્યાં સુધી એકલા સંઘર્ષ કરશો? બંને ભાઈઓએ એમ પણ કહ્યું કે કામના લીધે તેમને બહાર પણ જવું પડશે. ત્યારે તમે વધારે પરેશાન રહેશો. તમારું ખુદનું જીવન પણ છે. આ સાંભળ્યા પછી મેં આ વિશે વિચારવાનું શરૂ કર્યું."


સગાસંબંધીઓની ચિંતાઓ પણ પુત્રોએ એમ કહીને દૂર કરી કે, "જ્યારે આપણી તકલીફોમાં કોઈ સાથ આપવા આવતું નથી તો પછી આ બાબતમાં તેમનો મત જાણીને આપણે ચિંતા કેમ કરવી?"

લાંબા વિચારવિમર્શ બાદ સેલ્વીએ ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો કારણ કે તેમને લાગ્યું કે તેમના બંને પુત્રો તેમની સાથે છે.

પુત્રોએ માતાનો જીવનસાથી બની રહે તેવા પતિની શોધ આદરી :
માતાની સહમતિ મળ્યા બાદ બંને પુત્રોએ આગામી પડકાર તેમનાં માટે 'યોગ્ય વર' શોધવાનું શરૂ કર્યું.

ભાસ્કરે માતાને કહ્યું કે થોડાક દિવસો સુધી શોધ્યા બાદ મળેલા વર સાથે વાતચીત કરીને જુએ, બાદમાં આગળની વાત નક્કી થશે. આ પ્રયત્નમાં જેની સાથે સેલ્વીએ લગ્ન કર્યા, એ શખ્સ તેમની સાથે પ્રેમ કરવા લાગ્યા હતા.

સેલ્વી કહે છે, "ઘણા લોકોએ મને પૂછ્યું કે આપ આટલાં વર્ષો પછી આવા જીવન માટે કેવી રીતે તૈયાર હોઈ શકો, ભલે તમારા પુત્રો કહેતા હોય. પણ જ્યાં સુધી છૂટાછેડા લેનારાઓ માટે પુનર્લગ્નનો કાયદો છે, ત્યારે મારે શા માટે ડરવું જોઈએ?"

તેમણે કહ્યું, "બાળકો પર બોજ બન્યા વગર ખુદ માટે જીવનસાથી શોધવામાં કંઈ ખોટું નથી. લગ્ન માત્ર સેક્સ વિશે નથી. મિત્ર અને જીવનસાથી રાખવાથી તમને હિંમત મળે છે."

'પોતાની લાગણીઓ ન છુપાવવી જોઈએ'
સેલ્વી કહે છે, "જ્યારે મેં મારાં બાળકોના પિતાને ગુમાવ્યા ત્યારે ઘણા લોકો ખોટા ઇરાદા સાથે મારી પાસે આવ્યા હતા. કારણ એ જ હતું કે હું પતિ વગર એકલી હતી. પણ લગ્ન કરવાના ઇરાદે કોઈ આવ્યું ન હતું."

"જ્યારે મારા પ્રથમ પતિનું મૃત્યુ થયું, ત્યારે અમારા ઘરમાં શૌચાલય નહોતું. હું રાત્રે શૌચ માટે બહાર જતાં પણ ખચકાતી હતી. લોકો પૂછી શકતા હતા, 'આ સમયે તમે ક્યાં જઈ રહ્યા છો?' ઘણા લોકો મને એકલી જોઈને મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની વાત કરતા. જ્યારે હું તેમને પૂછતી કે શું તમે આ વિશે તમારી પત્ની અને બાળકોને કહેશો? આ સાંભળીને તેઓ ભાગી જતા હતા."

"મારાથી મોટી ઉંમરની ઘણી મહિલાઓએ કહ્યું કે તેમનામાં ફરીથી લગ્ન કરવાની હિંમત નથી. હું ઘણી યુવતીઓ સાથે પણ વાત કરી રહી છું જેમણે નાની ઉંમરમાં પોતાના પતિ ગુમાવ્યા હોય અને એકલી રહેતી હોય. હું તેમના માટે આશાનું કિરણ છું."

પતિ ગુમાવી ચૂકેલી મહિલાઓને અપીલ કરતા સેલ્વી કહે છે, "જે લોકોએ મારી જેમ પતિ ગુમાવી દીધો છે, તેમણે એક સાહસિક નિર્ણય લેવો જોઈએ અને ફરીથી ઘર વસાવવું જોઈએ. મારા જેવી મોટાભાગની મહિલાઓ પોતાની લાગણીઓ છુપાવે છે અને ડરમાં જીવે છે."

"એકલા જીવવું ઘણું મુશ્કેલ છે. આવું જીવન જીવવાની કોઈ જરૂર નથી. હું ઇચ્છું છું કે લોકો પોતાના જીવનને મહત્ત્વ આપે. લોકો શું કહે છે, તેની પરવા ન કરવી જોઈએ."

સેલ્વીના પરિવારનો એક પણ સભ્ય તેમના બીજા લગ્નમાં હાજર ન રહ્યો. માત્ર તેમના બીજા પતિના પરિવારજનો જ હાજર રહ્યાં.

ભાસ્કરનું કહેવું છે કે લાંબા સમયથી મારી માતાના પરિવારજનોએ અમારો બહિષ્કાર કરી રાખ્યો હતો. હવે અમારી સમજમાં આવી ગયું છે કે તેનાથી અમને કોઈ નુકસાન નથી.

કેટલાં બાળકો પોતાની માતા માટે આવું વિચારશે?
સેલ્વીએ જણાવ્યું, "મેં મારા પતિના મૃત્યુ સમયે પોતાના સસરા, સાસુ અને માતાને ફોન કર્યો હતો. તે સમયે હું એ વાતને લઈને અસમંજસમાં હતી કે હું એકલી બે બાળકોને કેવી રીતે સાચવીશ? પણ મારી મદદે કોઈ ન આવ્યું. પછી મેં એકલા જ બાળકોને ઉછેર્યાં. સમય સાથે બંને પુત્રોએ પાર્ટટાઇમ નોકરી પણ કરી અને પરિસ્થિતિ સુધરતી ગઈ."

પડકારોનો સામનો કર્યા બાદ જ સેલ્વી અને તેમના બાળકોમાં આ સમાજના રીતિરિવાજો વિશે સમજ વિકસી. સેલ્વી બીજા લગ્ન યેટુમલાઈ નામક વ્યક્તિ સાથે થયા. સેલ્વી હસતાહસતા કહે છે, "તેઓ બધા કામ કરે છે અને મારી સારી સંભાળ પણ રાખે છે."

સેલ્વી ખુશીથી કહે છે, "કેટલાં બાળકો વિચારશે કે માતાનું પણ જીવન છે અને તેમને પણ એક સાથીની જરૂર છે. જ્યારે હું મારા પુત્રો વિશે વિચારું છું તો ગર્વ અનુભવું છું."

અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે
જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે
અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...