રવિવાર, 19 ફેબ્રુઆરી, 2023

માતાની અંતિમવિધિમાં પણ 2 પુત્ર ઈંગ્લેન્ડથી ન આવતા પિતાએ બંગલો, ઓફીસ અને દાગીના ટ્રસ્ટને દાનમાં આપી દીધા, મિલકત પાછી મેળવવા બંને પુત્રોએ હાઇકોર્ટમાં કરી અરજી. જાણો સમગ્ર મામલો...

વૃદ્ધ માતા-પિતાની સેવા કરવાને બદલે મરણપથારીએ હોવા છતાં વિદેશથી મળવા પણ નહીં આવતા બે પુત્રોને તમામ મિલકતમાંથી  બેદખલ કરી દેવાની કિસ્સો હાઇકોર્ટ સમક્ષ નોંધાયો છે. ઈન્કમટેક્સ ઓફ્સિમાં ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થયેલા રશ્મિકાંત ઠક્કર અને તેમના પત્ની નિમા ઠક્કરે તેમની માલિકીની તમામ મિલકતો અને દાગીનાને તેમના મૃત્યુ બાદ ટ્રસ્ટને દાનમાં આપી દેતા તેમના બન્ને પુત્રોએ મિલકત મેળવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. હાઇકોર્ટે ખાનગી ટ્રસ્ટ અને પાવર ઓફ એટર્નીને નોટિસ કાઢીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ  ધરવામાં આવશે.

આ પણ વાંચો : આને કહેવાય અસલી લોટરી લાગવી ! કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતી આ રશિયન યુવતી પડી દેશી યુવકના પ્રેમમાં…જુઓ

સેટેલાઈટ વિસ્તારમાં રહેતા રશ્મિકાંત ઠક્કર ઘણા વર્ષોથી તેમની પત્ની નીમાબેન સાથે એકલા રહેતા હતા. તેમના બે દીકરા યુ.કે.માં સ્થાયી થયા હતા. બન્ને દીકરાઓને અવારનવાર બોલાવવા છતાં એક પણ વખત માતા- પિતાને મળવા આવ્યા નહોતા. વર્ષ 2018માં નિમાબેન કીડનીની બીમારીથી પીડાતા હતા.


તેઓ લગભગ પથારીવશ થઈ ગયા ત્યાં સુધી રશ્મિકાંત ઠક્કરે તેમના બન્ને દિકરાને માતાને મળવા આવવા કહ્યું હતું. પરંતુ બેમાંથી કોઈ ભારત પરત આવ્યું નહોતું. દીકરાઓની ઝંખના સાથે નિમાબેન 2019માં મૃત્યુ પામ્યા હતા. રશ્મીકાંતભાઇએ તેમના દીકરાઓને માતાની અંતિમ વિધિ વખતે આવવા કહ્યું છતાં તેઓ આવ્યા નહોતા. ત્યારબાદ રશ્મિકાંતભાઈએ સેટેલાઈટમાં આવેલો બંગલો અને સીજી રોડ પર આવેલી ઓફિસ જ્ઞાતિના ટ્રસ્ટને દાનમાં આપી દીધા હતા.

આ પણ વાંચો : ગુજરાતની આ ખાસ જગ્યા જયા કુંડમા નાહવાથી ચામડી ના રોગ મટી જાય છે ? જાણો આ ખાસ વિષે


બંનેની ચાકરી કરતાં યુવકને નામે મિલકત કરીપણ યુવકે મિલકત સ્વીકારવાનો ઇન્કાર કર્યો...

રશ્મિકાંત ઠક્કરના મિત્રનો દીકરો કિશોર ઓડેદરા તેમની સેવા કરતો હતો. તેથી રશ્મિકાંતભાઇએ તમામ મિલકત તેને આપી દેવા નિર્ણય લીધો હતો. તેમણે પાવર ઓફ એટર્ની બનાવવા નિર્ણય લેતા કિશોરે મિલકતમાં ભાગ લેવા ઇન્કાર કર્યો હતો. પરંતુ રશ્મિકાંતભાઇના આગ્રહને લીધે તે પાવર ઓફ એટર્ની બનીને તેમનું વિલ સાચવી રાખ્યું હતું. 


બે વર્ષ બાદ રશ્મીકાંતભાઇનું મૃત્યુ થતાં તેમની ઇચ્છા મુજબ તેમનો બંગલો અને ઓફિસ તેમણે અગાઉથી જ નક્કી કર્યા મુજબ ટ્રસ્ટને આપી દીધા હતા. રશ્મિકાંતભાઈએ તેમની રોકડ અને ઘરેણાં કિશોરને ભેટમાં આપ્યા હતા. તેમના અવસાન બાદ બન્ને દીકરા યુ.કે.થી ઈન્ડિયા આવ્યા ત્યારે તેમને જાણ થઇ હતી કે, તેમના પિતાની એક પાઇ પણ તેમને આપી નથી. કિશોર ઓડેદરાએ તેમના પિતાએ લખેલો પત્ર તેમને આપ્યો હતો.


───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...