મહેસાણામાં આયોજીત સમૂહ લગ્નમાં ગજબ સિનાયરો જોવા મળ્યો હતો. અહીં લગ્નમાં ખુરશીઓ ઉછળી જેનો વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ થયો છે. મહેસાણના કસ્બાથી કુકસ રોડ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોહિત સમાજના સમૂહ લગ્નમાં બે પક્ષો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા બંને પક્ષોએ એકબીજા પર ખુરશીના ઘા કર્યા હતા.
સમૂહ લગ્નમાં હાજર હજારોની સંખ્યામાં મહેમાનો આ દ્રશ્યો જોઈ ડખાઈ ગયા હતા. ગભરાયેલા મહેમાનોમાં નાસભાગ મચી હતી. ગણતરીની મિનિટોમાં જ 50થી વધુ ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે બંને પક્ષો સામે ફરિયાદ નોંધાય છે.
આ બાબતમાં અજાણ્યા ઇસમોએ ઉત્પાત મચાવ્યો હતો. આ વાત તો ખાલી ખુરશી ફેંકવાની થઇ, પરંતુ કેટલાક શખ્શોએ તોડફોડ અને પથ્થરમારો પણ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મામલો બેકાબૂ થતા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યાં સમાજના અગ્રણીઓ હાજર રહી પોલીસને રજૂઆત કરી હતી. સમગ્ર ઘટના અંગે મહેસાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમૂહ લગ્નમાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર મહેસાણા ની ઈન્દિરાનગર વિસ્તારમાં કુકર રોડ નજીક રોહિત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન સમાહારોમાં અચાનક જ બે પક્ષો વચ્ચે કોઈ બાબતે બોલાચાલ થઈ જવા પામી હતી. બંને પક્ષો વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે લગ્નના મંડપમાં ખુરશીઓ ઊડવા લાગી હતી.
બંને પક્ષોએ એકબીજા પર ખુરશીથી હુમલો કર્યો હતો. તેથી સમૂહ લગ્નમાં આવેલા મહેમાનો આ દ્રશ્યો જોઈ ગભરાય ગયા હતા. થોડીવારમાં જ લગ્નનમાં મંડપમાં હાજર મહેમાનોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જો કે લગ્નના આયોજકોએ બંને પક્ષોને શાંત પાડવા માટે મથામણ કરી હતી.
આ સમગ્ર ઘટના બાબતે મનીષકુમાર ચૌહાણ નામના ફરિયાદીએ જણાવ્યું હતું કે રોહિત સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો ડીજેના તાલ ઉપર ઝૂમી રહ્યા હતા ત્યારે ચિત્રોડી વસાહત પાસે રહેતા લોકોનો એક સમૂહ ત્યાં લગ્નમાં એકાએક નાચવા આવી ગયા હતા. જેમને રોકવામાં આવતા શૈલેષ સેનમાં , રાજુ સેનમાં તથા બળવંત સેનમાં નામના યુવકોએ મંડપમાં પડેલી ખુરશીઓ ઉપાડી ફેકવાનું એકાએક ચાલુ કર્યું હતું.
ત્યારબાદ મારામારી કરી હતી જ્યારે બીજી બાજુ સામા પક્ષે ચિત્રોડીપુરા વસાહતમાં રહેતા મનોજ સેનમાં એ જણાવ્યું હતું કે, કુકસ રોડ પર યોજાયેલા સમૂહ લગ્નમાં આવીને ગાળા ગાળી કરતા તેમજ નજીકમાં પડેલી ખુરશી લઈને મારતા તેને બચાવવા માટે બૂમો પાડી હતી. જેથી નજીકની વસાહતમાં રહેતા અન્ય યુવાનો તેને બચાવવા આવતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો.
સમગ્ર મારામારીની ઘટનામાં સમૂહલગ્નમાં આવેલા મહેમાનોની ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હતા. તેમજ અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું હતું. આ મામલે બંને પક્ષે સામાસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો