બુધવાર, 22 ફેબ્રુઆરી, 2023

ભારતમાં ૩ બ્લેડ વાળા પંખાનો ઉપયોગ થાય છે જ્યારે વિદેશોમાં ૪ બ્લેડ વાળા પંખાનો ઉપયોગ થાય છે, તેની પાછળનું કારણ તમે જાણો છો?

ઉનાળાની ઋતુમાં ભારતના મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર ચાલ્યું જાય છે. લોકો આ કાળઝાળ ગરમીથી બચવા માટે પોતાના ઘરમાં પંખા, કુલર અથવા એસી નો ઉપયોગ કરે છે. લગભગ મોટા ભાગના ઘરમાં પંખા લગાવવામાં આવેલા હોય છે અને તે પંખામાં ૩ બ્લેડ લાગેલી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હવે બજારમાં અમુક એવા પંખા પણ આવવા લાગ્યા છે, જેમાં ૪ બ્લેડ લગાવેલી હોય છે. ૪ બ્લેડ વાળા પંખા મોટાભાગે વિદેશોમાં જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય જાણવાની કોશિશ કરી છે કે ૩ અને ૪ બ્લેડ વાળા પંખા માં શું અંતર હોય છે? જો તમે નથી જાણતા તો ચાલો આજે અમે તમને જણાવીએ.
વિદેશોમાં ઉપયોગ થાય છે ૪ બ્લેડ વાળા પંખા :
વિદેશોમાં જેમ કે અમેરિકા, રશિયા અથવા ઠંડા દેશોમાં ૪ બ્લેડ વાળા પંખા લગાવવામાં આવે છે. અહીં દરેક ઘરમાં એરકન્ડીશન લગાવવામાં આવેલ હોય છે. તેવમાં આ ઘરમાં ૪ બ્લેડ વાળા પંખા એસી નાં સપ્લિમેન્ટ નાં રૂપમાં લેવામાં આવે છે. એટલે કે તેમનો ઉપયોગ રૂમમાં એસીની હવા ફેલાવવા માટે કરવામાં આવે છે.
ભારતમાં લગાવવામાં આવે છે ૩ બ્લેડ વાળા પંખા :
વળી ભારતમાં તમને દરેક ઘરમાં મોટાભાગે ૩ બ્લેડ વાળા પંખા જોવા મળશે. આ પંખા નો ઉપયોગ રૂમમાં હવા માટે કરવામાં આવે છે. ભારતનાં ઘરોમાં એસી ખુબ જ ઓછા લગાવવામાં આવેલા હોય છે. તેવામાં હવા માટે આ પંખા લગાવવામાં છે. ૪ બ્લેડ વાળા પંખા ની સરખામણીમાં ૩ બ્લેડ વાળા પંખા હળવા હોય છે અને ખુબ જ ઝડપથી ચાલે છે. તેના લીધે ભારતમાં ૩ બ્લેડ વાળા પંખા નો ઉપયોગ થાય છે.
૩ અને ૪ બ્લેડ વાળા પંખા ની વચ્ચે નું અંતર :
હકીકતમાં ૪ બ્લેડ વાળા પંખા ૩ બ્લેડ વાળા પંખા ની સરખામણીમાં વધારે વીજળી ઉપયોગ કરે છે. તેવમાં વીજળીની બચત માટે ભારતમાં મોટાભાગના લોકો ૩ બ્લેડ વાળા પંખા નો ઉપયોગ કરે છે. તે સિવાય બજારમાં ૪ બ્લેડ વાળા પંખા વધારે મોંઘા મળે છે. ઓછી કિંમત હોવાને કારણે લોકો ૩ બ્લેડ વાળા પંખા ખરીદવાનું પસંદ કરે છે.

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...