ગરમીની સિઝન ચાલી રહી છે અને કેરીની પસંદ કરવાવાળા લોકો પોતાની મનપસંદ કેરીનો આનંદ ઉઠાવી રહ્યા છે. બજારમાં અમુક કેરી પણ આવી ચુકી છે. ભારતને જો “કેરીનો દેશ” કહેવામાં આવે તો તે બિલકુલ ખોટું નથી. અહીંયા કેરીની એટલી પ્રજાતિ છે કે તમે ગણતા ગણતા થાકી જશો, પરંતુ કેરીની પ્રજાતિ ખતમ થશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી કેરી ક્યાં મળે છે અને તે આટલી ખાસ શા માટે છે?
કેરીની સીઝન ચાલી રહી છે અને દરેક લોકો કેરીની મજા ઉઠાવી રહ્યા છે. કેરી નું નામ સાંભળતાની સાથે જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે અને ખાધા બાદ તો આત્મા એકદમ તૃપ્ત થઈ જાય છે. ઘણા લોકો તો આ ફળ પાછળ એવા પાગલ હોય છે કે એક સમયનું ભોજન છોડીને ફક્ત કેરી ખાઈને પેટ ભરી લેતા હોય છે. સામાન્ય રીતે તો ફળની ઘણી બધી પ્રજાતિઓ હોય છે. અમુક કેરી પોતાની મીઠાશ માટે તો અમુક કેરી પોતાની સાઇઝને લીધે ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં કેરીની એક એવી પ્રજાતિ મળી આવે છે, જેની કિંમત લાખોમાં છે. જેની સુરક્ષા ૩ ગાર્ડ અને ૬ કુતરા કરે છે.
આ કેરીની પ્રજાતિનું નામ “મિયાજાકી” છે, જે મુળ રૂપથી જાપાનનાં મિયાજાકી માં મળી આવે છે, પરંતુ તે સાઉથ ઇસ્ટ એશિયાના અમુક હિસ્સામાં પણ મળી આવે છે. આ કેરીને “સુર્યનું ઈંડું” પણ કહેવામાં આવે છે. આ કેરી જાંબલી રંગની હોય છે અને આ કેરી એટલી મીઠી હોય છે કે તેનો સ્વાદ જીવનભર ખાનારા વ્યક્તિને યાદ રહી જાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ કેરી એટલી સરળતાથી કોઈને મળતી નથી.

એક રિપોર્ટ અનુસાર ભારતના મધ્યપ્રદેશના એક વ્યક્તિએ પોતાના બગીચામાં આ કેરી નું વૃક્ષ લગાવેલું જ હતું. જબલપુરનાં રહેવાવાળા સંકલ્પ પરિહાર અને તેની પત્ની રાની પરિહારે આ વૃક્ષ ઉગાડેલું છે. આ કેરી એટલી કિંમતી છે કે તેની સુરક્ષા માટે જ તેણે ૪ સુરક્ષા ગાર્ડ અને ખતરનાક કુતરા રાખેલા છે, જે તેની રખેવાળી કરે છે.
તો ચાલો હવે તમને આ કેરીની કિંમત વિશે જણાવીએ. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરી ની કિંમત ૨.૭૦ લાખ પ્રતિ કિલો હોય છે. તે ભારતમાં ખુબ જ દુર્લભ હોય છે. પાછલા વર્ષે સંકલ્પના બગીચા માંથી ચોરોએ આ કેરીને ચોરી લીધી હતી. લોકો એક કેરી માટે ૨૦ હજાર રૂપિયા આપવા માટે પણ તૈયાર રહે છે. પરંતુ હવે તેઓ કેરી વેચતા નથી, પરંતુ નવો પાક ઉગાડવામાં વ્યસ્ત રહે છે. તમને જણાવી દઈએ કે એક કેરીનું વજન અંદાજે ૩૫૦ ગ્રામ હોય છે અને તેમાં ૧૫% અથવા તો તેનાથી વધારે સુગર કન્ટેન્ટ હોય છે. આ કેરી એપ્રિલથી ઓગસ્ટ ની વચ્ચે ઉગે છે. આ કેરીને ખાવાથી આંખોની રોશની વધે છે. કારણ કે તેમાં એન્ટી-ઓક્સીડન્ટ, બીટા કેરોટીન અને ફોલિક એસિડ હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો