ગુરુવાર, 20 એપ્રિલ, 2023

સફેદ ઝેર કહેવાતા આ લોટનું સેવન, એસિડિટી, ગઠિયા, બ્લડ સુગર, કબજિયાત, પેટના દુખાવાનું કારણ છે

મેદો ધીમે ધીમે આપણી જિંદગીમાં એવી રીતે પ્રવેશી ગયો છે કે તેમાંથી બનાવેલ દરેક વસ્તુ આપણે હોસે હોસે ખાઈએ છીએ . પરંતુ તમને યાદ અપાવી દઈએ કે મૈંદામાંથી બનેલી વસ્તુઓ તમને સ્વાદ તો આપે છે પરંતુ સ્વાસ્થ્યના નામે અંગૂઠો છે એટલે કે જીરો.


તે આપણા શરીરના દરેક અંગને ખરાબ રીતે અસર કરે છે. મૈંદા વજન વધારવાની સાથે તે હૃદયને લગતી ઘણી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. તેથી જ મૈદાને સફેદ ઝેર પણ કહેવામાં આવે છે. આવો અમે તમને જણાવીએ કે મૈદાનું દરોજ સેવન કરવાથી કેટલી સમસ્યાઓ થાય છે.

એસિડિટી : તમને જણાવી દઈએ કે રિફાઇનિંગ પ્રોસેસમાં જ મૈંદામાં રહેલા બધા જ પોશાક તત્વોનો નાશ થાય છે છે અને તેની તાસીર એસિડિક બને છે. આ સાથે તે એટલું ચીકણું હોય છે કે આપણું પાચનતંત્ર તેને પચાવવામાં પણ અસમર્થ હોય છે, જેના કારણે એસિડિટીની શક્યતા વધી જાય છે.

કદાચ તમે જાણતા નહીં હોય, કે એસિડિક ખોરાક આપણા હાડકાને પણ અસર કરે છે. હાડકાંમાંથી કેલ્શિયમ ઓછું થાય છે અને હાડકાંની ઘનતા ઘટી જાય છે અને તેનાથી ગઠિયા અને ઈફ્લેમેશન જેવા રોગો આપણને ઘેરી વળે છે.


બ્લડ સુગર : મૈંદામાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ વધુ હોવાને કારણે, તેમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાઓ છો તો શરીરમાં શુગરનું સ્તર વધી જાય છે. આનાથી સ્વાદુપિંડ અતિશય સક્રિય બને છે અને જરૂરી કરતાં વધુ ઇન્સ્યુલિન છોડે છે.

જો તમે દરરોજ મૈંદાનું સેવન કરો છો તો આ પ્રક્રિયા દરરોજ થાય છે અને ધીમે ધીમે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘાઈ જાય છે અને તમે બ્લડ સુગરના દર્દી બની જાઓ છો.


પાચન સમસ્યાઓ : જો તમે મૈંદામાંથી બનેલી વસ્તુઓ ખાઓ છો તે આપણા આંતરડામાં ચોંટી જાય છે, જેના કારણે પાચનમાં ઘણી સમસ્યાઓ પેદા થાય છે. આના કારણે તમને કબજિયાત, એસિડિટી, પેટમાં દુખાવો અને બીજી ઘણી પેટ સબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મૈંદાના લોટમાં બિલકુલ ફાઈબર નથી હોતું જેના કારણે તેને પચવામાં ખુબ જ લાંબો સમય લાગે છે. તે પાચન પ્રક્રિયાને ધીમું કરવાની સાથે મેટાબોલિજ્મને પણ ધીમું કરે છે. જેના કારણે વજન વધવું , માથાનો દુખાવો થવો જેવી અનેક સમસ્યાઓ થતી રહે છે .


પોષણની ઉણપ : મૈદાને બનાવતી વખતે મૈંદાને ઘણા પ્રોસેસિંગ લેવલમાંથી પસાર થવું પડે છે, રિફાઇનિંગ કરવું તેમાંથી એક છે. આમાં ઉપરની પરતને અને રેસા દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં મોટાભાગના ફાઈબર અને પોષક તત્વો જેમ કે વિટામિન્સ , મિનરલ્સ અને ફાયટોકેમિકલ્સ તેમાંથી નષ્ટ થઈ જાય છે.

આ ઉપરાંત, મૈંદાને એકદમ સફેદ બનાવવા માટે બ્લીચિંગ પ્રક્રિયામાં ઘણા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ્સ આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે. જો તમે દરરોજ તેનાથી બનેલી વસ્તુઓ ખાઓ છો તો તમારી આદતને સુધારી લો.


તમે તમારા આહારમાં ઘઉં અને બીજા અનાજને ખાઈ શકો છો. આ તમને સ્વાસ્થ્ય પણ રહેવામાં મદદ કરશે. જો શરીર સારું રાખવું જોય તો મૈદાના લોટની વસ્તુઓ ખાવાની બંધ કરી દેવી જોઈએ. આવી જ વધુ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

───⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...