શુક્રવાર, 17 માર્ચ, 2023

ભિખારીની ઝુંપડી માં AC લગાવેલું જોઈને પોલીસને શંકા ગઈ, પોલીસે જ્યારે અંદર જોઈને જોયું તો આંખો ફાટી ગઈ

આપણા સમાજના ખુબ જ ગરીબ લોકો, જેને બે સમયનું ભોજન પણ મળતું નથી એવા લોકો પાસે અંતમાં ભીખ માગવા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી. આવા લોકો રસ્તા ઉપર પોતાનું જીવન પસાર કરે છે અને લોકો જે બે પાંચ રૂપિયા આપે છે, તેમાં ખુશ થઈને પોતાનું જીવન પસાર કરે છે. ભિખારીઓનું આ દ્રશ્ય મેટ્રોસિટીમાં ખુબ જ સરળતાથી જોઈ શકાય છે. દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં કરોડો લોકો ભીખ માગીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.
સામાન્ય રીતે તો માયા નગરી મુંબઈમાં લાખો લોકો પોતાના સપના લઈને આવે છે અને ઘણા લોકોના સપના સાચા પણ થાય છે, પરંતુ જ્યારે મુંબઈની લોકલ ટ્રેનની વાત કરવામાં આવે તો અહીંયા લોકોને સ્પષ્ટ જોવા મળે છે કે મુંબઈની જનતા કેટલી પરેશાન છે. મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી એક મોટો સંઘર્ષ છે. આ લોકલ ટ્રેનમાં દરરોજ હજારોની સંખ્યામાં ભિખારીઓ ભરતા ફરતા હોય છે. આજે અમે તમને મુંબઈની લોકલ ટ્રેનનાં એક ભિખારી બિરધી ચંદ આઝાદ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો : આ દેશની ઘડિયાળમાં ક્યારેય ૧૨ વાગતા જ નથી, ૧૧ વાગ્યા બાદ સીધા જ ૧ વાગે છે, કારણ છે ખુબ જ ચોંકાવનારું
આઝાદ પોતાના પરિવાર સાથે બાળપણથી જ મુંબઈની ઝુંપડપટ્ટીમાં રહેતો હતો. તેનું બાળપણ ખુબ જ ગરીબીમાં પસાર થયું હતું. એક સમય એવો આવ્યો જ્યારે તેના માતા પિતા તેને મુંબઈમાં છોડીને કોઈ જગ્યાએ ભાગી ગયા. તે સમયે આઝાદ ૧૦-૧૨ વર્ષનો નાનો બાળક હતો. હવે મજબુર આઝાદ પાસે લોકો પાસેથી ભીખ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો.
આ પણ વાંચો : ગાડીઓ પાછળ એમજ નથી દોડતા કૂતરાઓ, તેની પાછળ છે આ કારણ...
આઝાદ રસ્તા ઉપર ભીખ માંગીને પોતાનું પેટ ભરી લેતો હતો, તો ક્યારેક ભુખ્યો પણ સુઈ જતો હતો. સમય પસાર થતો ગયો અને આઝાદે ભીખ માગવાને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવી લીધો. હવે તેને મુંબઈની લોકલ ટ્રેનમાં ભીખ માગવાનું શરૂ કરી દીધું હતું. અંદાજે ૨૫ વર્ષ સુધી આઝાદ મુંબઈની લોકલ ટ્રેનમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. કદાચ તેનું નસીબ પણ સારું હતું કે લોકો તેને દરરોજ ભીખ આપતા હતા અથવા તો એવું પણ બની શકે છે કે આઝાદ પાસે ભીખ માગવાની એક અનોખી કળા હતી.
આ પણ વાંચો : લગ્ન માટે મેકઅપ કરાવવા પહોંચી દુલ્હન, તેનો ચહેરો એટલો બગડ્યો કે લગ્ન થયા રદ, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસ.
હવે એક દિવસ આઝાદ જ્યારે રેલવે ટ્રેક પાર કરી રહ્યો હતો ત્યારે અચાનકથી તે ટ્રેન સાથે ટકરાઈ ગયો. જોરથી ધક્કો લાગવાને લીધે આઝાદ પડી ગયો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેની જીવન લીલા સમાપ્ત થઈ ચુકી હતી. આ દુર્ઘટનામાં આઝાદ નું મૃત્યુ થઈ ગયું. તેની લાશ બે દિવસ સુધી હોસ્પિટલમાં પડી રહી, જ્યાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ પોલીસવાળાએ તેના પરિવારજનોને જાણકારી આપવા માટે સુચના પણ છપાવેલી. પરંતુ પાંચ દિવસ પસાર થઈ ગયા બાદ પણ આઝાદના પરિવારમાંથી કોઈ પણ આવ્યું નહીં. હવે પોલીસ આઝાદના ઘર અને પરિવારજનોની જાણકારી મેળવવામાં જોડાઈ ગઈ.
આ પણ વાંચો : હોળી પર જાપાનથી ફરવા આવેલ યુવતી સાથે છેડતી, જુઓ ખુબજ શરમજનક ઘટનાનો વિડિઓ.
પોલીસ જ્યારે આઝાદ નાં ઘરે પહોંચી તો ત્યાં તેમણે એક નાની ઝુંપડી જોઈ, જેની તેમને અપેક્ષા હતી. ત્યાં આસપાસના લોકોને પુછવામાં આવ્યું તો લોકોએ જણાવ્યું કે આઝાદ સાથે કોઈ રહેતું ન હતું અને તે વર્ષોથી અહીંયા એકલો રહેતો હતો. ત્યારે પોલીસ વાળાએ વિચાર્યું કે તેની સાથે કોઈ રહેતું નથી તો હવે વધારે તપાસ કરવાનો મતલબ નથી, પરંતુ ત્યારે એક પોલીસ વાળાને આઝાદની ઝુંપડીમાં એસી લગાવેલું જોવા મળ્યું. જેને જોઈને આખી ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ.
આ પણ વાંચો : આને કહેવાય દેશી દારૂનો કમાલ ! હિંમત તો જુઓ, મગર બેઠા હતા ત્યાં ગયો, તો મગર ભાગી ગયા…વિડીયો જોઈ હાસ્ય છૂટી જશે….
જ્યારે પોલીસની ટીમે ઝુંપડીમાં જઈને જોયું અને ત્યાંની તલાશી લેવા પર તેમના હોશ ઉડી ગયા હતા. આઝાદની ઝુંપડીમાં લાખો રૂપિયાના સિક્કા મળી આવ્યા હતા. તે સિવાય તેમને અમુક કાગળિયા પણ મળ્યા હતા, જેમાં આઝાદના એકાઉન્ટમાં ૮ લાખ રૂપિયા જમા કરાવવાની વાત કરવામાં આવી હતી. તે સિવાય આઝાદના ઘરમાંથી તેમને ૨ લાખથી વધારે રકમની તેમને ૧૦૦ અને ૫૦૦ ની નોટ પણ મળી.
આ પણ વાંચો : બાઇક અને કારમાં તમે પણ ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ નું પેટ્રોલ ભરાવો છો? પેટ્રોલ પંપ ઉપર આવી રીતે થાય છે “કટકી”, તમને ખબર પણ નહીં પડે, જાણો અહીંયા...
પોલીસ ટીમની ૮ કલાકની સખત મહેનત બાદ બધા સિક્કા ગણવામાં આવ્યા અને બધા સિક્કા ૨ લાખથી વધારે રકમના હતા. પોલીસ પણ આશ્ચર્યચકિત હતી કે આખરે ભીખ માંગીને જીવન પસાર કરનાર આઝાદ પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? કદાચ આઝાદે પોતાની ભીખ માગવાની કળામાં સફળતા પ્રાપ્તિ કરી લીધી હતી, જેના લીધે તે તેની આવકનું સાધન બની ચુકેલ હતું અને આ કળાએ તેને માલામાલ બનાવી દીધો હતો.


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :

સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે
જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે
અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...