બુધવાર, 15 માર્ચ, 2023

આ દેશની ઘડિયાળમાં ક્યારેય ૧૨ વાગતા જ નથી, ૧૧ વાગ્યા બાદ સીધા જ ૧ વાગે છે, કારણ છે ખુબ જ ચોંકાવનારું

સામાન્ય રીતે આપણા દેશમાં ૧૨ અંકને અશુભ માનવામાં આવે છે એટલે જ તો ઘણા લોકો એવું કહેતા નજર આવે છે કે “તમારા ચહેરા પર ૧૨ કેમ વાગ્યા છે?”. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી પણ ઘડિયાળ છે જેમાં ક્યારેય ૧૨ વાગતા જ નથી. તેની પાછળની હકિકત જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
આ અજીબોગરીબ ઘડિયાળ સ્વિટ્ઝર્લેન્ડનાં સોલોથન શહેરમાં છે. આ શહેરનાં ટાઉન સ્ક્વેર પર એક ઘડિયાળ લાગેલી છે. આ ઘડિયાળમાં કલાકનાં માત્ર ૧૧ અંક જ છે. તેમાંથી ૧૨ નંબર ગાયબ છે. આમ તો અહીં પર બીજી પણ ઘડિયાળ છે, જેમાં ૧૨ વાગતા જ નથી. આ શહેરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંના લોકોને ૧૧ નંબર સાથે ખુબ જ લાગણી છે. અહીંની જે પણ વસ્તુ છે, તેની ડિઝાઇન ૧૧ નંબરની આસપાસ જ ફરતી રહે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરમાં ચર્ચની સંખ્યા પણ ૧૧ જ છે. આ સિવાય સંગ્રહાલય, ઐતિહાસિક ઝરણા અને ટાવર પણ ૧૧ નંબરના જ છે. અહીંના સેંટ ઉસુર્સનાં મુખ્ય ચર્ચમાં પણ ૧૧ નંબરનું મહત્વ તમને સ્પષ્ટ જોવા મળશે. હકિકતમાં આ ચર્ચ પણ ૧૧ વર્ષમાં જ બનીને તૈયાર થયું હતું. અહીં ૩ દાદરનાં સેટ છે અને દરેક સેટમાં ૧૧ પંક્તિઓ છે. આ સિવાય અહી ૧૧ દરવાજા અને ૧૧ ઘંટડી પણ છે.
અહીંના લોકોને ૧૧ નંબર સાથે એટલી બધી લાગણી છે કે તેઓ પોતાનાં ૧૧ માં જન્મદિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરે છે. આ અવસર પર આપવામાં આવતી ગિફ્ટ પણ ૧૧ નંબર સાથે જોડાયેલી હોય છે. ૧૧ નંબર પ્રત્યે લોકોને આટલી લાગણી હોવા પાછળ એક સદીઓ જુની માન્યતા છે. કહેવાય છે કે એક સમયમાં સોલોથનનાં લોકો ખુબ જ મહેનત કરતા હતાં પરંતુ તેમ છતાં પણ તેમનાં જીવનમાં ખુશીઓ નહોતી.
થોડા સમય બાદ અહીંની પહાડીઓમાંથી એલ્ફ આવવા લાગ્યા અને તે લોકોનો આત્મવિશ્વાસ વધારવા લાગ્યા. એલ્ફ આવવાથી ત્યાનાં લોકોનાં જીવનમાં ખુશહાલી આવવા લાગી. હકિકતમાં એલ્ફ વિશે જર્મનીની પૌરાણિક કહાનીઓમાં સાંભળવા મળે છે. કહેવાય છે કે તેમની પાસે અલૌકિક શક્તિઓ હોય છે અને જર્મન ભાષામાં એલ્ફ નો મતલબ ૧૧ હોય છે  એટલા માટે સોલોથનનાં લોકોએ એલ્ફ ને ૧૧ નંબર સાથે જોડી દીધો અને ત્યારથી અહીયાનાં લોકોએ ૧૧ નંબરને મહત્વ આપવાનું શરૂ કરી દીધું.
આ પણ વાંચો : આને કહેવાય દેશી દારૂનો કમાલ ! હિંમત તો જુઓ, મગર બેઠા હતા ત્યાં ગયો, તો મગર ભાગી ગયા…વિડીયો જોઈ હાસ્ય છૂટી જશે….


 અન્ય લિંક :

સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે

જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે


અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...