શનિવાર, 18 માર્ચ, 2023

AIથી સજ્જ વિશ્વનો પહેલો 'રોબોટ વકીલ' પોતે જ બની ગયો અપરાધી

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ વિશ્વનો પહેલો રોબોટ વકીલ કોર્ટમાં વકીલ તરીકે હાજર થતા પહેલા પોતે જ અપરાધી બની ગયો છે. તેના પર કાયદાની ડિગ્રી વિના અને નોંધણી તથા લાયસન્સ વિના કાયદાની પ્રેક્ટિસ કરવાનો આરોપ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા યુએસ સ્થિત સ્ટાર્ટઅપ DoNotPay એ AI ટેક્નોલોજી પર આધારિત વિશ્વનો પ્રથમ રોબોટ વકીલ રજૂ કર્યો હતો.
સ્ટાર્ટઅપે દાવો કર્યો હતો કે આ રોબોટ વકીલ ઓવર સ્પીડિંગ સાથે સંબંધિત કેસમાં કાનૂની વકીલાત કરશે. વકીલમાંથી સીધા ગુનેગાર બનેલા રોબોટ પર હવે યુએસ અદાલતમાં કેસ ચાલશે. 
શિકાગો સ્થિત લૉ ફર્મ એડલ્સને 3 માર્ચના રોજ કેલિફોર્નિયાની સુપિરિયર કોર્ટમાં રોબોટ વકીલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. લૉ ફર્મે આરોપ લગાવ્યો હતો કે રોબોટ ન તો કાયદાની ડિગ્રી ધરાવે છે, ન તો લાઈસન્સ ધરાવે છે અને ન તે નિયમનકારી સંસ્થાનો છે. આવી સ્થિતિમાં તેને કાયદાની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી શકાય નહીં. 
લૉ ફર્મ એડલ્સન વતી જોનાથન ફરીદિયા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોતાની ફરીયાદમાં ફરીદિયાંએ આક્ષેપ કર્યો છે કે તેને ઉક્ત વકીલ પાસેથી એક કાનૂની દસ્તાવેજ ખરીદ્યો હતો જે તેમને પ્રદાન કરવા માટે સક્ષમ હતા પરંતુ તે ખૂબ જ 'સબસ્ટાન્ડર્ડ 'ગુણવત્તાનો હતો.  
તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં અમેરિકન સ્ટાર્ટઅપ કંપનીએ રોબોટ વકીલ બનાવવાનો ખુલાસો કર્યો હતો. જાન્યુઆરીમાં જ તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ માર્ચમાં તેની કોર્ટમાં હાજરી પહેલા જ તે કાયદાકીય ગુંચવણમાં આવી ગયો છે, હવે જોવું રહ્યું કે તે આ કેસને કઈ રીતે હેન્ડલ કરીને કાયદાકીય પ્રક્રિયાથી બહાર આવે છે.

અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :

સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે
જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે
અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...