બુધવાર, 22 માર્ચ, 2023

બારમું નાપાસ પણ વર્ષે કરોડોનું ટર્નઓવર કરનારા ખેડૂતની કહાણી...

“ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારા હાથે એક કે બે લાખ રૂપિયાના ચેક પર સહી કરીશ. મારું તો બૅન્ક એકાઉન્ટ પણ નહોતું. અત્યારે હું મારા હાથે લાખ-દસ લાખ, કરોડોના વ્યવહાર કરું છું.”

આ કહેતાં સંતોષ આગ્રેનું હૈયું ગર્વથી છલકાય છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના ફુલુંબ્રી તાલુકાના બાભુળગામમાં રહેતા સંતોષ આગ્રે 12મું નાપાસ છે અને વર્ષે કરોડોનુ ટર્નઓવર કરે છે. જમીનમાં એમની પાસે માત્ર દોઢ એકરનો ટુકડો જ છે.

સંતોષ આગ્રેએ દસમું પાસ કર્યું અને એ સાથે શરૂ થયો એમનો સંઘર્ષ અને આકરા સંઘર્ષએ એમને સફળતા અપાવી. દસમું પાસ કરીને સંતોષ ઔરંગાબાદમાં ખાનગી નોકરી કરવા ગયા. સાત-આઠ વર્ષ નોકરી કરી અને પછી થાકીહારીને ગામ પરત ફરવાનો નિર્ણય લીધો. જોકે, ગામ જઈને કરવું શું? – એ સવાલ એમને અને એમના પરિવારજનોને મૂંઝવતો હતો. કારણ કે ગામમાં કરવા માટે કંઈ નહોતું અને એટલે જ ગામ પરત ફર્યા બાદ સંતોષને છ વર્ષ સુધી બકરીઓ ઉછેરવી પડી હતી.
આ પણ વાંચો : ટ્રેનના દરેક કોચ પર એક ખાસ નંબર લખવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો અર્થ શું થાય છે? જાણો અહીં.
સંતોષ કહે છે કે, “મેં પાછા ફરવાનું નક્કી તો કર્યું પણ પરિવારજનો મને ગામ પાછા નહીં આવવાનું કહેતા હતા. પૂછતાં હતા કે અહીં આવીને શું કરીશ? આપણી પાસે ખેતીની બે એકર જમીન છે. તેના ભાગલા કેવી રીતે કરીશું? છતાં પરિવારજનોની અવગણના કરીને હું ગામ પાછો આવ્યો હતો.”

ગામ પાછા આવ્યા પછી સંતોષે છ વર્ષ સુધી બકરીઓનો ઉછેર કર્યો હતો. એ દરમિયાન તેમનો પરિચય ખેતીક્ષેત્રના નિષ્ણાતો સાથે થયો હતો. એ પછી ઑક્ટોબર-2022માં સંતોષે ‘ખેડૂત ઉત્પાદક કંપની’ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો.

દસમી પાસ વ્યક્તિએ કઈ રીતે સ્થાપી કંપની?
સંતોષ કહે છે કે, “ખેડૂત ઉત્પાદન કંપની શું છે તેની મને કશી ખબર નહોતી. મારા માર્ગદર્શક દીપક જોશી છ મહિનાથી મારી પાછળ પડ્યા હતા, પણ મેં તેમના પર ધ્યાન આપ્યું ન હતું. એક દિવસ તેઓ આવ્યા અને મને કહ્યું કે, તારે આ કરવું જ પડશે. એ પછી મેં તેમને હા પાડી.”

એ પછી સંતોષ સામે કંપની સ્થાપવા માટે કેટલાક લોકોને તૈયાર કરવાના પડકાર હતા. તેમણે ગામના સુશિક્ષિત બેરોજગાર મિત્રોને સાથે લેવાનું નક્કી કર્યું હતું.
સંતોષ કહે છે કે, “મેં જોયું કે મારા પિતરાઈઓ ગામમાં આંટાફેરા કરતા હતા. તેઓ ભણેલા છે, પણ ગામમાં કામ મળતું નથી. એ પૈકીના કેટલાક દસમું-બારમું પાસ હતા, તો કેટલાક ગ્રૅજ્યુએટ હતા. મેં તેમને પૂછ્યું કે સાથે મળીને કંપની સ્થાપીશું? તેમણે એમ કહ્યું હતું કે આપણી પાસે પૈસા નથી તો કંપની કેવી રીતે સ્થાપવી? તેઓ નકારાત્મક વિચાર કરવા લાગ્યા હતા.”

સંતોષે 10 લોકોને તૈયાર કર્યા અને ઑક્ટોબર-2021માં ‘બાભુલગાંવકર મિત્ર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ નામથી ખેડૂત ઉત્પાદક કંપની રજિસ્ટર કરાવી હતી.

પ્રત્યેક વ્યક્તિના રૂ. 10,000 લેખે રૂપિયા એક લાખની મૂડીથી કંપનીની શરૂઆત કરી. કંપનીના બધા સભ્યો નાના ભૂખંડધારક છે એટલે કે પાંચ એકરથી ઓછી જમીન ધરાવે છે.
સંતોષ કહે છે કે, “અમે મકાઈની ખરીદીથી શરૂઆત કરી હતી. અમે શૅરમૂડી તરીકે એકઠા કરેલા પૈસા તે માટે વાપર્યા. અમારા સભ્યોએ પોતપોતાનાં ઘર માટે મકાઈ પહેલાં ખરીદી. તેમાંથી થોડા પૈસા બચ્યા હતા, જે અમે અમારા સભ્યોને દોઢ મહિના પછી પાછા આપ્યા હતા. પછી તેમણે અન્ય લોકો પાસેથી મકાઈ ખરીદવાનું શરૂ કર્યું હતું.”

ગયા વર્ષે માત્ર ગામના લોકો જ આ કંપનીમાં વેચાણ માટે માલ લાવ્યા હતા, કારણ કે કંપની નવી હતી અને ગામ લોકોને શંકા હતી કે કંપની પૈસા ચૂકવશે કે નહીં. જોકે, આ વર્ષે આસપાસનાં ચાર ગામના લોકો કંપની પાસે મકાઈ તથા સોયાબીન વેચવા આવ્યા હતા.
સંતોષ કહે છે કે, “અન્ય વેપારીઓથી વિપરીત અમે ખેડૂતોને ચેક દ્વારા ચૂકવણી કરીએ છીએ. મકાઈની કાપણી થયાના બીજા દિવસે તેમને ચેક આપી દઈએ છીએ. બાકીના વેપારીઓ કરતાં અમે તેમને પ્રતિ ક્વિન્ટલ દસથી વીસ રૂપિયા વધારે આપીએ છીએ.”

એક વર્ષમાં એક કરોડનું ટર્નઓવર કઈ રીતે મેળવ્યું?
ગયા વર્ષથી અત્યાર સુધીમાં કંપનીએ લગભગ એક હજાર ટન કૃષિઉત્પાદનોની ખરીદી કરી છે.

“વર્ષ દરમિયાન અમે લગભગ એક હજાર ટન માલની ખરીદી કરી હતી. તેમાં ઘઉં, મકાઈ, સોયાબીન, તુવેર અને ચણાનો સમાવેશ થાય છે. અમે બૅન્ક સ્ટેટમેન્ટ મેળવ્યું છે. અમારું ટર્નઓવર એક કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે,” આમ કહેતી વખતે સંતોષ તેમના હાથમાનું બૅન્ક સ્ટેટમેન્ટ દર્શાવે છે.
બાભુલગાંવકર મિત્ર ફાર્મર પ્રોડ્યુસર કંપનીએ આ વર્ષે રૂ. 11 લાખનું રોકાણ કરીને વજનકાંટો ખરીદ્યો છે.

કંપનીમાં માલ વેચવા આવતા ખેડૂતોએ વજન કરાવવા માટે બીજા ગામમાં જવું પડતું હોવાથી સંતોષે વજનકાંટો ખરીદવાનું નક્કી કર્યુ હતું.

હવે કંપનીને જે નફો થશે તેમાંથી અહીં ખેતપેદાશો વેચવા આવતા ખેડૂતોને દિવાળીમાં બોનસ આપવાનો નિર્ધાર સંતોષે કર્યો છે.

સફળતા બાદ અંગત જીવનમાં કેવાં પરિવર્તનો આવ્યાં?
છેલ્લા એક વર્ષમાં સંતોષના જીવનમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. તેમણે પોલ્ટ્રી ફાર્મિંગ શરૂ કર્યું છે. થ્રેશર મશીન પણ ખરીદ્યું છે.

સંતોષ કહે છે કે, “ગામના લોકો મને એવો નિષ્ફળ છોકરો ગણતા હતા, જે ક્યાંય સફળ થયો નથી. હવે તેમનો દૃષ્ટિકોણ એવો બદલાયો છે કે લોકો મને સામેથી ફોન કરે છે. મહેમાનો સાથે પરિચય કરાવે છે.”
“એક વર્ષ પહેલાં મને કોઈ ફોન કરતું ન હતું. હવે એકાંતરે મને ફોન કરીને પૂછે છે કે, હું કેમ છું, મારો બિઝનેસ કેવો ચાલે છે?”

સંતોષના પરિવારજનો તેના કામથી સંતુષ્ટ છે. તેઓ ટૂંક સમયમાં પોતાનું ઘર બાંધવાની યોજના ઘડી રહ્યા છે.

સંતોષનાં પત્ની કાવેરી આગ્રે કહે છે કે, “અમારું કામકાજ બહુ સારું ચાલે છે. અમે દસ-બાર લાખ રૂપિયા ભેગા કર્યા છે. હવે અમે અમારું ઘર બાંધવાના છીએ. હવે બધું વ્યવસ્થિત ચાલે છે.”

ખેડૂતોએ વેપારી બનવું જોઈએ?
નાના ખેડૂતોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી સંતોષ માને છે કે, ફાર્મર પ્રોડ્યુસ કંપની દ્વારા ખેડૂતો વેપારી બની શકે છે.

સંતોષ કહે છે કે, “મારાં માતા-પિતા પણ ખેતી કરે છે. આપણો અનુભવ એવો છે કે ગામમાંથી માલ લઈને વેપારી પાસે જઈએ, ત્યારે વેપારીઓ માલ ચાવીને ખરીદે છે. માતા-પિતાને આ બધી ખબર ન હતી. વેપારીઓ ચાવીને ભાવ નક્કી કરે તેમાં તેમને જ લાભ મળે.”
“વેપારી ભાવ નક્કી કરે, પણ લૂંટ તો ખેડૂતના માલની જ થાય. તેથી હવે એવું લાગે છે કે, ખેડૂતોએ જ વેપારી બનવું જોઈએ. ખેડૂતોએ પોતાનો માલ જાતે વેચીને ફાયદો મેળવવો જોઈએ.”

પોતાના હાથમાંના પૈસા વડે બિઝનેસનો વિસ્તાર કેવી રીતે કરવો એ હવે સંતોષ વિચારી રહ્યા છે.

હું સંતોષની કંપનીના પ્રાંગણમાં ઊભો હતો, ત્યારે રાવસાહેબ મોરે નામના ખેડૂત ત્યાં આવ્યા હતા.

સંતોષે તેમને ફાર્મર પ્રોડ્યુસ કંપની બાબતે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “અગાઉ અમારા વિસ્તારમાં માત્ર બે વેપારી હતા. તેથી ખેડૂતો એ વેપારીઓને જ માલ વેચતા હતા, પરંતુ હવે ત્રીજી કંપની છે, જ્યાં ખેડૂતો પોતાનો માલ વેચી શકે છે. ખેડૂતોને વધુ એક વિકલ્પ મળ્યો છે.”

અન્ય લિંક :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે

જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે


અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...